તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર સીટી ડિવિઝન-1 હેઠળના વિસ્તારોમાં આગામી સોમવાર, મંગળવાર અને બુધવારે સવારના 7 થી બપોરના 2 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. તા.8 ફેબ્રુઆરીને સોમવારે બંદર રોડ સબસ્ટેશનના આનંદનગર ફીડર હેઠળના દીપક ચોક, બ્લડ બેન્ક, મહિલા કોલેજનો અમુક વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ, બીએમસી ફિલ્ટર, દાણીબાઇ છાત્રાલય તથા આસપાસનો વિસ્તાર, આંબાવાડી, સ્વસ્તિક સોસાયટી તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
તા.9 ફેબ્રુઆરીને મંગળવારે બંદર રોડ સબ સ્ટેશનના વેજીટેબલ ફીડર હેઠળના બીએમસી એટીપી પ્લાન્ટ, જીએસઇસીએલ પમ્પીંગ સ્ટેશન, રૂવાપરી રોડ, સહકારી ઘાણો, ગોરડ સ્મશાનવાળો ખાંચો, સ્ટીલકાસ્ટવાળી ગલી, ત્રિવેણી રોલીંગ મીલ, પોપટનગર, ધનાનગર, રાજા સ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.10 ફેબ્રુઆરીને બુધવારે સિટી સબ સ્ટેશનના આલ્કોક ફીડર હેઠળના યુ-મિલ કમ્પાઉન્ડ, મેચ ફેકટરી કમ્પા.ન્ડ, પ્રેમ મેગ્નેશિયમ, ઠક્કર કોલ્ડ સ્ટોરેજ, સુષ્મા પ્લાસ્ટિક, પટેલ સોલ્ટ ઓફિસ, મોતીતળાવ રોડ, વિઆઇપી પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.