વીજ પુરવઠો બંધ:સોમવારથી ત્રણ દિવસ માટે વિવિધ વિસ્તારોમાં વીજ કાપ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારે વિજયરાજનગરમાં વીજ પુરવઠો બંધ
  • સોમવારે હોસ્પિટલ ફીડર અને મંગળવારે જમનાકુંડ ફીડરના વિસ્તારોમાં 6 કલાકનો વીજ કાપ જાહેર

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં તા.20થી 22 ડિસેમ્બર, સોમવારથી બુધવાર સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપ સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યો છે. તા.20 ડિસેમ્બરને સોમવારે હોસ્પિટલ ફીડર હેઠળના પંચકુટિર કોમ્પલેક્સ, તૃપ્તિ ફ્લેટ, ડો.માલતીબહેનનું દવાખાનું, તીર્થરાજ કોમ્પલેક્સ, સૂર્યદીપ કોમ્પેલેક્સ, ટ્રેડ સેન્ટર, ડો. વિરડીયાની હોસ્પિટલ, હોટલ જનરેશન એક્સ, માધવદીપ કોમ્પલેક્સ, હોટલ રસોઇની આજુબાજુનો વિસ્તાર તેમજ કાળુભા રોડ પર સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

તા.21 ડિસેમ્બરને મંગળવારે જમાનાકુંડ ફીડર હેઠળના જાગોવાડની ટાંકીનો અમુક વિસ્તાર, બોમ્બે શટલ, જાફરી ફ્લેટ, લા-મીરા ફ્લેટ, ટેકરી ચોકથી વાલ્કેટ ગેટ સબ સ્ટેશન સુધીના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.22 ડિસેમ્બરને બુધવારે વિજયરાજનગર ફીડર હેઠળના વિજયરાજનગર સર્કલ, આરટીઓ રોડ, નિરૂ કોમ્પલેક્સ, ડો.મહેશનું દવાખાનું, વિજયરાજનગરનો અમુક વિસ્તાર તેમજ વિધિ જેમ્સમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...