વીજ પુરવઠો બંધ:આજે પ્રભુદાસ તળાવ, ગીતાચોક, ડોન અને કૃષ્ણનગર વિસ્તારમાં વીજ કાપ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વિસ્તારોમાં સોમથી બુધ સવારના 7થી 2 સુધી વીજ પુરવઠો બંધ
  • કાલે ગોપાલ ફીડર, આઈપીસીએલ, કુંભારવાડા અને ખાડી ફીડરના વિસ્તારોમાં વીજ કાપ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર સિટી ડિવિઝન-1 હેઠળના વિસ્તારોમાં તા.22 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.22 નવેમ્બરને સોમવારે વાલ્કેટગેઇટ સબ સ્ટેશનના સાંઇનાથ ફીડર હેઠળના પ્રભુદાસ તળાવ ચોક, ગીતા ચોક, કૃષ્ણનગર દેરાસર, પ્રભુદાસ તળાવથી ક્રેસન્ટ સર્કલ સુધીના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.23 નવેમ્બરને મંગળવારે નારી સબ સ્ટેશનના ગોપાલ ફીડર હેઠળના ગોપાલ ગીરનાર સોસાયટી, રામદેવનગર, ડ્રાઇવર કોલોની, ગોકુલનગર, વણકરવાસ, અમર સોસાયટી, ગઢેચી રોડ, શરમાળીયા દાદાની દેરીથી કુંભારવાડા સર્કલ, બીએમસી ડ્રેનેજ, ગઢેચી તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

મંગળવારે નારી સબ સ્ટેશનના ખાડી ફીડર હેઠળના પટેલ સોલ્ટ, સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ, ફૂડ કોર્પોરેશન ગોડાઉન, કમિશનર બીએમસી, અક્ષરપાર્ક, બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ, ભાવનગર રિફેક્ટરી તથા આજુબાજુનો વિસ્તાર, સાગર સોલ્ટ, ગીતા સોલ્ટ, નિલકમલ સોલ્ટ તથા આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.23 નવેમ્બરને મંગળવારે નારી સબસ્ટેશનના આઇપીસીએલ ફીડર હેઠળના એચ.ટી. એક્સપ્રેસ ફીડરમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મંગળવારે નારી સબ સ્ટેશનના કુંભારવાડા ફીડર હેઠળના નારી રોડ, કુંભારવાડા હાઉસીંગ સોસાયટી, લાલ રંગનું કારખાનું, રેયોન મિલ કમ્પાઉન્ડ(તમામ ઇન્ડસ્ટ્રીઝ), ખોજા કબ્રસ્તાન, કુંભારવાડા સર્કલ, બાનુબહેનની વાડીનો અમુક વિસ્તાર, શિકોતર માતાના મંદિર પાસેના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.24 નવેમ્બરને બુધવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાંઇનાથ ફીડર હેઠળના અંધારિયાની વાડી, સાંઇબાબા મંદિર પાસેનો વિસ્તાર, લા-મીરા ફ્લેટ, આરાધના ફ્લેટ, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, સેનેટરીવાળો ખાંચો, ચંદ્ર.શ્વર મહાદેવ, ન્યાલદાસ રેસીડેન્સ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...