તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકાપ:આજે માઢીયા ફીડર અને કાલે સીદસર સબ સ્ટેશનના વિસ્તારોમાં વીજ કાપ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઢીયા ફીડરમાં 6 કલાક અને સીદસર એસએસના વિસ્તારોમાં 7 કલાક વીજ પુરવઠો મળશે નહી
  • બુધવારે હોસ્પિટલ ફીડરમાં વીજકાપ

ભાવનગર શહેરમાં આવતી કાલ તા.14 જૂનને સોમવારે માઢીયા ફીડર અને કાલે સીદસર સબ સ્ટેશનના વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માઢીયા ફીડરમાં 6 કલાક અને સીદસર એસએસના વિસ્તારોમાં 7 કલાક વીજ પુરવઠો મળશે નહી. તો મંગળ અને બુધવારે પણ જુદા જુદા ફીડરોમાં વીજ પુરવઠો મળશે નહી.

ભાવનગર શહેરમાં તા.14 જૂનને સોમવારે નારી રોડ સબ સ્ટેશનના માઢીયા ફીડર હેઠળના જલારામ રોલિંગ મીલ, વિક્ટર રોડના ડેલા તેમજ આજુબાજુનો વિસ્તાર અને ઠક્કર બાપા સોસાયટીમાં સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.15 જૂનને મંગળવારે ભરતનગર ફીડરના સીદસર રોડ પરના તુલસી પાર્ક-2, વાળંદ સોસાયટી, જગદીશ્વર પાર્ક, લક્ષ્મીનગર, ચંદ્રપ્રકાશ, રામેશ્વર સોસાયટી, મોહનનગર, નંદવીલા બંગલો, રેખા સોસાયટી, ચૈતન્ય વિલા અને કામીનીયા નગરમાં સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.15ને મંગળવારે ઉલ્લાસ ફીડર હેઠળના પારસી અગિયારી, હિમાલય આઇસક્રિમ ફેકટરી, ડીએસપી ઓફિસ, નવાપરા, હાઇકોર્ટ રોડ, પોસ્ટ ઓફિસ તથા આજુબાજુના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.તા.16 જૂનને બુધવારે શીવનગર ફીડરના તળાજા રોડ પરના જલારામ સોસાયટી, નવું-જૂનુ શિવનગર, શ્રીનાથજી 1-2-3, લક્ષ્મીનગર(મંગલમ હોલ), પ્રયોશા રેસીડેન્સ, ચિત્રકૂટ નગર, આસ્થા હોમ, મંગલમ હોલ, સીતારામનગર, અક્ષરપાર્ક, ધર્મલોક અને અનંત ફ્લેટમાં સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.16 જૂનને બુધવારે હોસ્પિટલ ફીડર હેઠળના બાહુબલી કોમ્પલેક્સ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, બીમ્સ હોસ્પિટલ, આયુષ પ્લાઝા તેમજ આજુબાજુના વિ‌સ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...