તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકાપ:ભાવનગર શહેરમાં સોમથી બુધવાર સુધી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમ, મંગળ શાસ્ત્રીનગર અને બુધવારે ઉદ્યોગનગરમાં વીજકાપ

ભાવનગર શહેરમાં તા.28 જૂનને સોમવારથી તા.30 જૂનને બુધવાર સુધી 3 દિવસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

તારીખ 28મી જૂનને સોમવારે સિટી સબ સ્ટેશન (આંશિક)ના શાસ્ત્રીનગર ફીડર હેઠળના સૂર્ય સોસાયટી, આંટા મીલ નિર્મળનગર, નિર્મળનગર પોસ્ટ ઓફિસવાળો ખાંચો, ભાવુભાનો ચોક, ગોંડલીયાની વાડી અને વિઠ્ઠલવાડી ત્રણ માળીયામાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

તા.29 જૂનને મંગળવારે સિટી સબ સ્ટેશન(આંશિક)ના શાસ્ત્રીનગર ફીડર હેઠળના જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળનો વિસ્તાર(જૂના કૂવા), ભાયાણીની વાડી, ઘંટીવાળો ચોક, પારસમણી ફ્લેટ, આવકાર ફ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

તા.30મી જૂનને બુધવારે સિટી સબ સ્ટેશન(આંશિક)ના ઉદ્યોગનગર ફીડર હેઠળના માધવ કોમ્પલેક્સ, શાસ્ત્રીનગરનો અમુક વિસ્તાર, ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી, ગઢેચી વડલા તથા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન નગરજનોને વીજ પુરવઠો મળશે નહી.

આમ સોમવારથી બુધવાર સુધી વિવિધ વિસ્તારોમાં સવારે 5 કલાકનો વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...