ભાવનગર શહેર પશ્ચિમ ગુજરાત વીજ કંપની સિટી-1 હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.21થી 23 ફેબ્રુઆરી દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. તા.21 ફેબ્રુઆરીને સોમવારે સરદારનગર સબ સ્ટેશનના શામળદાસ ફીડર હેઠળના સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, અક્ષરવાડી, હિલડ્રાઇવ, કાળિયાબીડ એફસી, લીલા એફકી, માધવબાગ-1,2 અન. 3, અક્ષરવાડીથી પાણીની ટાંકી સુધીનો રોડ જમણી બાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
સોમવારે જ સરદારનગર સબ સ્ટેશનના પરિમલ ફીડર હેઠળના સત્યનારાયણ રોડ, સ્વરા ડિવાઇન ફ્લેટ, માઇક્રો સાઇન તેમજ તેની આસપાસના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.22 ફેબ્રુઆરીને મંગળવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના ગીતા ચોક, અહિચ્છત્ર વાડી, ગીતા ચોકથી ડોન સુધીનો વિસ્તાર, ડોન ચોકથી મહિલા કોલેજ સુધીનો વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.23 ફેબ્રુઆરીને બુધવારે સિટી સબ સ્ટેશનના શાસ્ત્રીનગર ફીડર હેઠળના વિઠ્ઠલવાડી ત્રણ માળીયા, વિઠ્ઠલવાડી સરકારી સ્કૂલ, ભાયાણીની વાડી, જવાહર નગર, ઘંટીવાળો ખાંચો, પારસમણી ફ્લેટ તથા આવકાર ફ્લેટમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.