વિરોધ:આજથી વીજ કંપનીના કર્મીઓ સામૂહિક રજા પર

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી, ખાલી જગ્યાઓ ભરવી, બદલીઓ પ્રમોશનનો જેવી બાબતે અન્યાય થવાની રાવ

રાજ્યમાં વખતોવખત આવતી કુદરતી આફતોનાં સમયમાં પણ વીજ કંપનીનાં કર્મચારીઓ રાત દિવસ જોયા વિના ફરજ બજાવી રહ્યા છે. છતાં કર્મચારીઓને ન્યાયિક હકો આપવામાં આવતા નથી તે અત્યંત ગંભીર બાબત છે. આ અન્યાયનાં લીધે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી. ઈ.બી. એન્જિનિયર એસો. દ્વારા તા. 20 સપ્ટે. નાં રોજ આંદોલનની નોટિસ આપવમાં આવી હતી. જેના અનુસંધાને બે દિવસ બાદ કંપની દ્વારા એનેકઝર મુજબ પ્રશ્નો હલ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી પ્રશ્નો નું નિરાકરણ ન આવતાં તમામ કેડર નો સ્ટાફ અને કંપની ની તમામ ઓફિસ નો સ્ટાફ માસ.સી.એલ પર ઉતરી જવાનો છે.

સંકલન સમિતિ માં અવિશ્વાસ ઊભો કરવાની કુટ નીતિ સામે આ આંદોલન ની નોટિસ આપવામાં આવી છે. આ સમય ગાળા દરમિયાન ફેકટરી અને ધંધાઓ ને જે પણ નુકસાન થાય અને જો કોઈ વિપરીત પરિસ્થતિ નું નિર્માણ થાય તો તેની જવાબદારી પી.જી.વી.સી.એક મેનેજમેન્ટ ની રહેશે તેવું યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે. મેનેજમેન્ટ દ્વારા વ્હાલા - દવલા ની અન્યાય વાળી નીતિ અપનાવીને બદલી નાં ઓર્ડર કરવામાં આવે છે. જેનો સંકલન સમિતિ સખત વિરોધ પ્રદર્શિત કરે છે.

છેલ્લા બે વરસથી અધિકારીઓની નીચેની કેડર ની ભરતી, ખાલી જગ્યાઓ ભરવી, વિનંતી ની બદલીઓ, પ્રમોશનનો તથા તેને સંલગ્ન કામગીરી કરવાને બદલે ફક્ત અને ફક્ત વિના કારણે અન્યાયી બદલીઓ કરવામાં ઉત્સાહ દાખવેલ છે જેના લીધે કંપની નાં કર્મચારીઓ - અધિકારીઓમાં નિરાશા અને ઘેરો અસંતોષ ફેલાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...