બેઠક યોજાઈ:“ફાયર N.O.C.”નો અસ્પષ્ટ અને ગેરવ્યાજબી કાયદો મુલતવી રાખો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચેમ્બરના પ્રતિનિધિ મંડળ સાથે મ્યુ. અધિકારીઓની બેઠક યોજાઈ
  • કોર્પો. પાસે ક્લાસિફિકેશન આવી ગયું હોય અગાઉની નોટિસો રદ ગણવા નિષ્કર્ષ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાની હેઠળનાં પ્રતિનિધિમંડળ દ્વારા ફાયર એન.ઓ.સી. અંગે મહાનગરપાલિકા દ્વારા ઉદ્યોગકારોને મોકલવામાં આવેલ નોટીસ બાબતે ચર્ચા કરવા મ્યુ. કમિશનર એમ.એ. ગાંધી, સ્ટે. ક.ના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા અને ચીફ ફાયર ઓફિસર એમ. એમ. હીરપરા સાથે મીટીંગ યોજાઇ જેમાં પ્રતિનિધિમંડળ દ્વારા થયેલ રજૂઆત મુજબ આ “ફાયર એન.ઓ.સી.”નો કાયદો ખરેખર અસ્પષ્ટ, બિનજરૂરી અને તદ્દન ગેર-વ્યાજબી છે. આ કાયદો તાત્કાલિક ધોરણે મુલત્વી રાખી તેમાં દરેક પ્રકારનાં ઉદ્યોગ-ધંધા અને સંસ્થાઓને સાથે રાખીને જરૂરી સંશોધન કરવું જોઈએ. આ પ્રમાણે અસ્પષ્ટ અને ઉતાવળીયો અભિગમ ખુબ જ નુકશાનકારક બની રહ્યો છે. કોરોના મહામારીનાં કારણે વેપાર-ઉદ્યોગમાં ખુબ જ મંદી છે.

મહાનગરપાલિકા પાસે ક્લાસીફિકેશન ન હોવાથી દરેક ઔદ્યોગિક એકમોને ફાયર એન.ઓ.સી અંગે નોટીસ આપવામાં આવેલ. હવે તેમની પાસે ક્લાસીફિકેશન આવી ગયેલ હોવાથી જે ઔદ્યોગિક એકમોને આ કાયદો લાગુ ન પડતો હોય તેમને આપવામાં આવેલ નોટીસ રદ્દ ગણવી અને આ બાબતમાં મહાનગરપાલિકા જાહેર જનતાને યોગ્ય માધ્યમ દ્વારા જાણ કરશે. આ મીટીંગમાં ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોની, ગીરીશભાઈ શાહ, શીપ રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.નાં નીતિનભાઈ કાણકિયા, ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસો.નાં પ્રમુખ દિલીપભાઈ કામાણી, ડિસ્ટ્રિકટ ચેમ્બરનાં પ્રમુખ દેવલભાઈ શાહ ઉપરાંત શહેર ભા.જ.પ. પ્રમુખ રાજીવભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ક્યા પરિબળોને ક્યાને લેવા જરૂરી
ફાયર એન.ઓ.સી. નાં કાયદાની અમલવારી કરતા પહેલા કેટલાક પરિબળોને પણ ધ્યાને લેવા જરૂરી છે જેમકે મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ પાસે અપૂરતો સ્ટાફ, જરૂરિયાત મુજબના ફાયર કન્સલ્ટન્ટની ઓછી ઉપલબ્ધતા અને બજારમાં જરૂરી સાધનોની ઓછી ઉપલબ્ધતા અંગે પણ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...