મહાનગર પાલિકા:સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પર હાઉસ ટેકસમાં વધારો મુલતવી રાખો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગર પાલિકાની સાધારણ સભામાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ટ્યુશન ક્લાસીસો અને કોલેજો પર અસહ્ય વધારો કરવામાં આવ્યો છે અને આ ટેક્સ વધારો ગત વર્ષની સરખામણીમાં લગભગ ચાર ગણો વધુ છે તેમ ભાવનગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જણાવી હાલ કોરોનાની મહામારીને સમયગાળાને ધ્યાનમાં લઇને આ ટેક્સ પધારો હાલ તુરત મુલતવી રાખવા ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલ નવા વર્ષમાં ફી વધારો કરવાની નથી અને થી ભરવા માટે વાલીઓને ફરજ પણ પાડવાની નથી તેવી બાહેંધરી આપી છે આથી તમામ સ્કૂલોને માઠી આર્થિક અસર થઇ છે ત્યારે મહાનગરપાલિકા સહયોગ આપે તેવી રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત નવા એડમિશન શક્ય થયા નથી, ઓનલાઇન પદ્ધતિનું શિક્ષણ આપી રહેલી શાળાઓ ઉપર ટેક્સ કમરતોડ ભારરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...