આયોજન:​​​​​​​​​​​​​​સ્વચ્છતા સર્વેક્ષણ 2022 અન્વયે પોસ્ટર, ફિલ્મ, શેરી નાટકની સ્પર્ધા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વર્ષે ભાવનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવે તેવી આશા સાથે વધુમાં વધુ લોકોને આહ્વાન

ભારત સરકાર દ્વારા આઝાદીનાં 75 વર્ષનાં અને દેશનાં વિકાસ નાં ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવેલ છે. આવાસ અને શહેરી બાબતોના કાર્ય મંત્રાલય - ભારત સરકાર દ્વારા તા. 29 સપ્ટેમ્બર નાં રોજ ODF+, ODF ++, WATER +, સ્ટાર રેટિંગ અને પ્રેરક દોર સર્ટિફિકેટ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરી "સ્વચ્છ સર્વેક્ષણ-2022ની મહત્વકાંક્ષી શરૂઆત કરવામાં આવી છે. શહેરનાં નાગરિકોમાં સ્વચ્છતા જાળવવા માટેની જાગૃતિ પ્રસરાવવા માટે વિવિધ માધ્યમો જેવા કે જિંગલ, મૂવી, પોસ્ટર / ડ્રોઈંગ, મુરલસ અને શેરી નાટકોને સર્વેક્ષણ માં વણીને સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે.​​​​​​​ જેમાં તમામ ભવનગરીઓ ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકે પોતાની સ્વચ્છતા થીમ આધારિત (કચરાનું વર્ગીકરણ, નો સિંગલ યુઝ પ્લાસ્ટિક, સ્વચ્છ ભાવનગર, રેડ્યુઝ, રિયુઝ, રીસાયકલ) કૃતિ તા. 30 નવેમ્બર પહેલાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ઇમેઇલ આઇ.ડી. swmexnbmc@gmail.com પર અથવા 8866715977 પર ફોન કરી જમા કરાવવાની રહેશે. શ્રેષ્ઠ ત્રણ કૃતિઓને મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...