શિક્ષણ:યુનિ.નો અભ્યાસક્રમ વેબસાઇટ પર મૂકો, સેનેટ સભ્ય મહેબૂબ બલોચે  કુલ સચિવ સમક્ષ રજૂઆત કરી

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી તમામ ફેકલ્ટીમાં સેમેસ્ટર-1માં નવો અભ્યાસક્રમ દાખલ થવાનો છે. ત્યારે સેનેટ સભ્ય મહેબૂબ બલોચે  કુલ સચિવ સમક્ષ રજૂઆત કરી છે કે નવા દાખલ કરેલા અભ્યાસક્રમ મુજબની તમામ ફેકલ્ટીની બુક્સ અને મટિરીયલ્સ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકો તથા જે તે વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનું એક પુસ્તક અથવા તો એક મટિરિયલમાં ભેગું કરીને, તેનો ખર્ચ લઈ તે આપવાની દસ દિવસમાં વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે. જો આ શક્ય ન હોય તો અભ્યાસક્રમ ન બદલવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...