માવઠાની આગાહી:નવા વર્ષની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર-કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરીફ પાકને બગડતો અટકાવવા યોગ્ય પગલાં લેવા તંત્રની તાકિદ

નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અરબી સમુદ્રમાં ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.

અરબ સાગરમાં પશ્ચિમી ભેજવાળા પવનો અને રાજસ્થાન-ગુજરાત પરથી અરબ સાગર તરફ ગતિ કરી રહેલા પૂર્વોત્તરના શુષ્ક-હિમ પવનો અરબ સાગરમાં ટકરાતાં ડિપ્રેશન સર્જાયું હતું. જેને પગલે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી માવઠું-છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે રાજ્ય સરકારે અલગ-અલગ તંત્રને તકેદારીના પગલાંઓ તત્કાળ લેવા આદેશો કર્યા હતા. એ સાથે તંત્રે ખેડૂતોને પણ જણાવ્યું હતું કે, આ માવઠાને પગલે વાડી-ખેતરોમાં તૈયાર ખરીફ પાકોને આ માવઠાથી બચાવવા અનુરોધ કર્યો હતો. તેમજ જે ખેડૂતો ખેત ઝણસો ખેત ઉત્પન્ન બજારોમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે, એ ખેડૂતોને પાક બંધ વાહનમાં તાડપત્રી ઢાંકીને લાવવા જણાવાયું હતું. હવામાન વિભાગે કરેલી આ આગાહીને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.