પ્રયાસ:ભાવનગરના પેપસ્મીયર ટેસ્ટ કરી ગિનિસ બુકમાં દાવેદારીની શક્યતા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના તમામ 13 વોર્ડમાં ડોક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા તા. 17 સપ્ટે. નાં રોજ પ્રધાનમંત્રીના જન્મ દિવસે મહિલાઓ ને થતા ગર્ભાશયના કેન્સરની અગાઉ જાણકારી મળી શકે અને મહિલાઓને આવા રોગ સામે રક્ષણ મળી શકે તે માટે પેપસ્મીયર ટેસ્ટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર ના પ્રત્યેક વોર્ડમાં કુલ 22 હોસ્પિટલો માં સ્ત્રી નિષ્ણાત ડોક્ટર દ્વારા આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની શરૂઆત રાજ્યના નવ નિયુક્ત માર્ગ, મકાન, વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશભાઈ મોદી દ્વાર કરવામાં આવી હતી.

ભાવનગર નાં 13 વોર્ડ માં છેલ્લા 10 દિવસથી એવી મહિલાઓ જેને પેટમાં કે પેડુ માં દુખાવો રહેતો હોય, 45 થી વધુ ની ઉમાર હોય વગેરે લક્ષણોને ધ્યાનમાં રાખીને 50 મહિલાઓની યાદી બનાવવામાં આવી હતી. વોર્ડ મુજબ 50 મહિલાઓ એટલેકે કે કુલ 650 મહિલાઓ નાં 22 હોસ્પિટલ માં પેપસ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત માં ભાજપ અને ડોકટર સેલ નાં સહ પ્રયાસ નાં અંતે આજ રોજ બપોરે 2 થી 5 નાં ગાળામાં રાજ્ય નાં તમામ મહાનગરોમાં 650 મહિલાઓ નાં પેપસ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એકસાથે આટલી બધી મહિલાઓ નાં ટેસ્ટની ઘટના ગિનિસ બુકમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...