તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પોઝિટિવ દર્દી મંજુરી વગર સુરતથી આવતા ગુન્હો દાખલ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિવારના 9 સભ્યોએ મંજુરી લીધેલ જેની સાથે જગદીશભાઇ મંજુર વગર પરત આવેલ

જેસરના ઉગલવાણા ગામે આવેલ પોઝીટીવ દર્દી પરવાનગી વગર સુરતથી આવેલ હોય તેના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.જેસરના બીલા ગામે પી.એચ.સી સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા લાલજીભાઇ કાળુભાઇ રાઠોડ હાલ સરેરા તથા ઉગલવાણા ગામમાં અન્ય રાજ્ય, શહેરોમાંથી આવતા લોકોની તપાસ કરી તેઓની હિસ્ટ્રી જાણી બીલા પી.એચ.સી સેન્ટર ખાતે મોકલવાની હોય છે જેમાં તા.12-5ના રોજ તેઓ ઉગલવાણા ગામે ફરજમાં હતા તે દરમિયાન તેઓને જાણ થયેલ કે અમુલ લોકો સુરતથી આવેલ છે જેથી ફરિયાદી જગદીશભાઇ ઘનશ્યામભાઇ નકુમના ઘરે ગયેલ અને તપાસ કરતા તેના ઘરે 9 સભ્યો થોડી વાર પહેલા જ સુરતથી આવ્યા હતા

જે તમામની પુછપરછ કરી તપાસ કરતા જગદીશભાઇ નકુમને હાઇગ્રેડ ફીવર, સરદી, ઉધરસ તથા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાતા તેને બીલા પી.એચ.સી સેન્ટર ખાતે મોકલી આપેલ અને બાદમાં ગામના સરપંચ તથા તલાટી મંત્રી જેઓની પાસે બહારથી આવેલા લોકોની પાસ પરમીટ જમા કરાવાતી હોય ત્યા જઇ તપાસ કરતા જગદીશભાઇના ઘરના સભ્યોની પરમીટ હોય પરંતુ જગદીશભાઇની પરમીટ ન હોય તેઓ સુરતથી પરવાનગી વગર આવેલ હોય અને બાદમાં જગદીશભાઇનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેની સામે ખુંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો