તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને સુવિધા:પોરબંદર-રાજકોટ અને સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેનોનું ભક્તિનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રિયોની સુવિધા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રાજકોટ વિભાગના ભક્તિનગર સ્ટેશન પર પોરબંદર-રાજકોટ અને સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેનોનું સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે.ભક્તિનગર સ્ટેશન પર આપવામાં આવેલ સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09573 રાજકોટ - પોરબંદર સ્પેશિયલ ભક્તિનગર સ્ટેશન પર સવારે 07.07 વાગ્યે પહોંચશે અને 07.08 વાગ્યે ઉપડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09574 પોરબંદર - રાજકોટ સ્પેશિયલ ભક્તિનગર સ્ટેશન પર 18.15 કલાકે પહોંચશે અને 18.16 કલાકે ઉપડશે.

2. ટ્રેન નંબર 01463/01465 સોમનાથ - જબલપુર સ્પેશિયલ 13.35 કલાકે ભક્તિનગર સ્ટેશન પર પહોંચશે અને 13.36 કલાકે ઉપડશે. આવી જ રીતે ટ્રેન નંબર 01464/01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ ભક્તિનગર સ્ટેશન પર 13.30 કલાકે પહોંચશે અને 13.32 કલાકે ઉપડશે.

સંબંધિત સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ વિશેની વિસ્તૃત માહિતી માટે, યાત્રી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...