તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર:સર ટી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના બહારના ભાગે POPની સિંલિંગ તૂટી પડી, કોઈ જાનહાની નહીં

ભાવનગરએક વર્ષ પહેલા
  • હોસ્પિટલમાં ધડાકાભેર છત પડતા લોકો એકઠા થઈ ગયા

ભાવનગરની સર.ટી.હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના બહારના ભાગે આજે અચાનક POPની સિલિંગ તૂટી પડી હતી. જોકે સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની ટળી હતી. ધડાકાભેર છત પડતા લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. સામાન્ય રીતે વોર્ડની બહાર મોટી સંખ્યામાં દર્દી અને તેના સગા સંબંધીઓ બેઠા હોય છે, પરતું હાલ કોરોનાના કારણે આ વોર્ડની બહાર કોઈ ન હતું. જોકે થોડા દિવસ અગાઉ ઓપરેશન થીયેટરમાં પણ સ્લેબનું ગાબડું પડ્યું હતું. ત્યારે આજે POPની છત પડતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...