તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નબળી ગુણવત્તાનો કેબલ અને ઓછી ઊંડાઈ પર રાખીને પ્રજાના પૈસાનુ પાણી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિદસર રોડ પર અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કોન્ટ્રાકટરનું કૌભાંડ

હિલ પાર્ક થી સિદસર રોડ પરના પી.જી.વી.સી.એલ નાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી માં વ્યાપક ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ થઈ છે. આ મામલે તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાંઠ નાં કારણે કેબલ માટે પૂરતી ઊંડાઈ નું ખોદકામ નહિ થઈ રહ્યું હોવા સહિતના મામલે તપાસ થાય તો ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે એમ છે.

આ પ્રકરણમાં તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાંઠની ચર્ચા
અત્યારે નાખવામાં આવી રહેલ કેબલ નું કામ વ્યર્થ જશે તેમ કહેવામાં આવી રહ્યું છે. કારણકે હજી સુધી લાઈન પણ ફેરવવાની બાકી છે. સિદસર રોડ પર ચાલી રહેલ કેબલના કામ દરમિયાન હલકી ગુણવત્તાનો સામાન વપરાયાની પણ વાતો સામે આવી રહી છે.ઉપરાંત લગભગ 4 થી 5 કિલોમીટર નાં કેબલ નો બગાડ પણ થયો હોય અને નિયમ મુજબ ઊંડાઈ ન રાખવામાં આવી હોય તથા પી.જી.વી.સી.એલ નાં નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.આ મામલે વી. એ.પ્રજાપતિ નાયબ ઇજનેર , વરતેજ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ પોતે કામગીરી સુપરવાઈઝ કરી રહ્યા છે અને કોઈ ગેરરીતિ થઈ રહી નથી. વીજ કંપની નાં સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કામગીરી થઈ રહી છે. આગળ નાં ભાગમાં હજી મહાનગરપાલિકા દ્વાર ડીમોલેશન નું કામ કરવાનું બાકી હોવાથી ત્યાં કેબલ ડીમોલેશન બાદ નાખવામાં આવશે.

મારી તરફ વેર રખાયું છે
મને પોતાને નિયમો ખબર હોવાથી નિયમો નું ઉલંઘન કરીને મેં કોઈ કાર્ય કર્યું નથી. અત્યારે જે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે તે વીજ કંપની નાં નિયમો મુજબ જ થઈ રહી છે. કોઈએ જૂની અદાવત રાખીને કે વેર રાખીને મારી ફરિયાદ કરી હોય શકે. - જે.એચ.દેવરા, કોન્ટ્રાકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો