મૃતક પોલીસ કર્મીઓને અંજલી:પૂ.મોરારીબાપુએ જયપુર નજીક અકસ્માતમાં મૃતક પોલીસ કર્મીઓને 5-5 હજાર રાશી અર્પણ કરી સાંત્વના પાઠવી

મહુવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જયપુર પાસે અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના પોલીસ કર્મીઓ પ્રત્યે પૂ. મોરારિબાપુએ સંવેદના વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલીસ વિભાગમાં કાર્યરત 4 કર્મચારીઓના વાહનને અક્સ્માત થતા ભાવનગર પોલીસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયા છે. પૂજય મોરારીબાપુએ આ પોલીસ જવાનોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે અને હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક કર્મી માટે રૂપિયા પાંચ હજારની રાશી અર્પણ કરી છે. ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.પૂજય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...