તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કોડીનારમાં સિમેન્ટ ફેકટરીનું પ્રદૂષણ ખેડૂતો માટે નુકસાનદાયક

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક ફરિયાદો છતાં ફેકટરીનાં પેટનું પાણી હલતું નથી, ખેડૂતો દ્વારા હાઇકોર્ટ સુધી જવાની ચીમકી

કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરી ની બાજુમાં આવેલ ખેડૂતોની જમીન, પશુઓ અને ખેડૂતોને આર્થિક રીતે તથા સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો દ્વારા અંબુજા સિમેન્ટ ફેકટરીની ગજ ગેટ પર મોરચો માંડવામાં આવ્યો છે. વડનગર ગામમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરીનાં ગેટ પર મોરચો માંડવામાં આવ્યો છે. કેમિકલ યુક્ત પાણીના મામલે અનેકવાર કંપનીને રજૂઆત કરી હોવા છતાં ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી.

વડનગર ગામમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરીની બાજુમાં આવેલ ખેડૂતો ખેતી કરી અને ગુજરાન ચલાવતા હોય છે. તેમનો સંપૂર્ણ નિભાવ ખેતી પર જ હોય ત્યારે અંબુજા સિમેન્ટ ફેકટરી અને લિકવિડ યાર્ડ માંથી થતું પ્રદૂષણ તેમજ શિલકાય યાર્ડ અને ડસ્ટ ખેડૂતોના ખેતરમાં આવે છે. તેમજ પાકને પિયત પૂરું પાડવાના કૂવામાંથી લાલ કેમિકલયુક્ત પાણી આવે છે. જેના કારણે ખેડૂતોના પાકને અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. તા.23 ઑક્ટોબર નાં રોજ કોડીનાર નાં મામલતદાર ને આવેદન પત્ર રજૂ કરતાં તેઓએ તા.2 નવેમ્બર નાં રોજ કંપનીના મેનેજર ને લેખિતમાં જાણ કરીને ખેડૂતોને ન્યાય આપવા જણાવ્યું હતું છતાં કંપની નાં પેટનું પાણી હાલતું નથી. માટે ખેડૂતો આંદોલન કરવા મજબૂર બન્યા છે. અને છતાં ન્યાય નહિ મળે તો હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

કોડીનાર તાલુકાના વડનગર ગામે આવેલી આ ફેકટરી નજીકના વિસ્તારમાં આવેલા ખેડૂતોએ પોતાને થઈ રહેલી નુકશાનીના મામલે લાંબા સમયે મોરચો માંડ્યો છે ખાસ કરીને કેમીકલ યુક્ત પાીણના મામલે વખતો વખત કંપની સમક્ષ રજૂઆત કરી હોવા છતા વળતર મળ્યું નથી.

ખેડૂતો ઘણા વર્ષોથી લડાઈ લડી રહ્યા છે
ખેડૂતોને ખરેખર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં ફરિયાદ કરવાની જરૂરિયાત છે. છેલ્લા 20 વર્ષથી વધુ સમયગાળા થી આ કંપની અહીં છે માટે એટલા વર્ષોથી સમસ્યા મોજુદ જ છે. કંપની ની આજુબાજુના વિસ્તારમાં ખેતરો હોવાથી પ્રદૂષણ થવાનું જ છે. મામલતદાર કચેરી કે તાલુકા લેવલ પર કરેલી ફરિયાદ છેવટે કમિશનર પાસે થઈને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં જ જાય છે. કંપનીએ હજી સુધી પ્રદૂષણ મામલે કાંઈ કર્યું નથી. ખેડૂતો વર્ષોથી લડાઈ લડી રહ્યા છે. - સંજયસિંહ અસવાર, મામલતદાર, કોડીનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો