તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:મતદાન મથકોએ 6 અને 13મીએ સુધારણા કાર્યક્રમ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી તા.6 તથા તા.13 ડિસેમ્બરના રોજ પ્રત્યેક મતદાન મથકોએ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નામ નોંધણી, નામ સુધારણા, નામ કમી તેમજ સ્થળ ફેરફાર સહિતની કામગીરી હાથ ધરાશે.

તા.1.1.2021ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમા લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુના ફોર્મ નંબર 6 ભરીને રજુ કરી શકાશે. લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.06.12.20 રવિવાર અને તા.13.12.20 રવિવાર ના સવારે 10થી5 દરમિયાન રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદારના તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમુનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો