તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:રાજકારણીઓ બન્યા કોરોના પ્રૂફ, નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઇડ લાઈન માત્ર સામાન્ય પ્રજા માટે !

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવે છે. ગાઈડ લાઇન બહાર પડાય છે પરંતુ આ દરેક જાણે સામાન્ય પ્રજા માટે જ હોય અને રાજકારણીઓ તો જાણે કોરોના પ્રૂફ હોય તેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ઐસી તેસી કરી રાજકીય કાર્યકરો કાર્યક્રમો કરતા જરાય ખચકાતા નથી.

કોરોનાની સાંકળ તોડવા જાગૃતતા જરૂરી છે. અને પ્રજામાં સમજદારી અને તંત્રની કડકાઈને કારણે લોકોમાં પણ ડરના માર્યા જાગૃતિ આવી છે. પરંતુ હજુ રાજકારણીઓ સુધરતા નથી. પ્રસિદ્ધ માટે એક પણ મોકો છોડતા નથી. અને ગ્રુપ મીટીંગો પણ હકડેઠાઠ કરે છે. ત્યારે ઓછામાં પુરૂ શહેર ભાજપના નવા વોર્ડની રચના કરતા ચિત્રા ફુલસર નારી વોર્ડના કાર્યકરો, આગેવાનો અને નગરસેવકો હાથબ અને મેલકડી પીકનીક મનાવી હાથબ ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન ગોઠવ્યુ હતુ. આમાં કોરોના વિસરાઈ ગયો. મોટા ભાગના કાર્યકરોએ માસ્ક લગાવ્યા નહી અને સોશિયલ ડિસ્ટન્સની તો વાત જ દૂર રહી.

અન્ય સમાચારો પણ છે...