તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ચૂંટણીમાં સમાજવાદનું ચક્કર ચાલતા રાજકીય પક્ષોને પેનલો તુટવાનો ભય

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંતિમ દિવસોમાં પોતાના સમાજના ઉમેદવારને જ મત આપવા સોશિયલ મિડીયામાં અપીલોનો થયો મારો

મહાનગરપાલિકાની ચુંટણીમાં ગઇકાલે મતદાન થયાં બાદ રાજકીય પક્ષો પણ મુંજવણમાં મુકાઈ ગયા છે. વર્ષ-2015 કરતા ચોક્કસપણે મતદાનમાં વધારો થયો છે. ગત ટર્મમાં 52 બેઠકો પૈકી ભાજપને 34 અને કોંગ્રેસના ફાળે 18 બેઠકો આવી હતી. પરંતુ આ વખતે છેલ્લા દિવસોમાં ચાલેલા જ્ઞાતિવાદને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને પેનલો તુટવાનો ભય સતાવી રહ્યો છે.

આ વખતે ચૂંટણીમાં મતદારોમાં નિરસતા હોવાને કારણે રાજકીય પક્ષો મૂંઝાયા હતા. ચૂંટણી દરમ્યાન મતદાન કરવા મતદારોને ઘરમાંથી બહાર કાઢવા ઉમેદવારો અને આગેવાનોએ કાકલૂદી કરવી પડતી હતી. પરંતુ ચુંટણી પહેલાના દિવસોમા મોટાભાગના વિસ્તારોમાં જ્ઞાતિવાદનું ચક્કર ફરી વળ્યું હતું. કોળી,બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય સમાજમાં સોશિયલ મિડીયામાં સમાજના ઉમેદવારને જ મત આપવા અપીલોનો ધોધ વહાવ્યો હતો.

ઘણા સમાજમાં તો સમાજનો ઉમેદવાર કોઇ પણ પક્ષમાં હોય તેને જ મત આપવા પ્રતિજ્ઞાબધ્ધ પણ થયા હતા. ચૂંટણી પૂર્વના અંતિમ દિવસોમાં ચાલેલા જ્ઞાતિવાદને કારણે છેલ્લા ઘણા ટર્મથી પેનલ ટુ પેનલ ચાલેલા વોર્ડમાં પણ ભંગાણ થવાની ઉમેદવારો અને રાજકીય પક્ષોને ભીતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો