• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Political Leaders Including Minister Jitu Vaghani And Health Minister Rishikesh Patel Will Visit Bhavnagar, The Hospital System Is Running.

બોટાદ લઠ્ઠાકાંડ:મંત્રી જીતુ વાઘાણી તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના રાજકીય આગેવાનો ભાવનગરની મુલાકાત લેશે, હોસ્પિટલ તંત્ર દોડતું થયું

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત આવી રહ્યા છે
  • રાજકીય આગેવાનો પીડિતજનોના પરિવારને સંવેદના વ્યક્ત કરશે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામેથી ઝેરી દેશી દારૂ પીવાથી બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં અત્યારે સુધીમાં 23 થી વધુના મોત થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે બપોરે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત રાજકીય આગેવાનો પીડિતજનોના પરિવારને સંવેદના વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે. રાજકીય આગેવાનોની મુલાકાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયુ હતુ અને તાત્કાલીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

< દેશી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે
ગઇકાલે બોટાદ જિલ્લામાં દેશી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો સારવાર લઇ રહ્યા છે. આ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓ તેમજ તેમના પરિવારજનોની ભાવનગર સીવીલ હોસ્પીટલ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજરોજ બપોરે રૂબરૂ મુલાકાત લેશે. તેમજ અરવિંદ કેજરીવાલ પણ મુલાકાત લેશે. ​​​​​​​

ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે રાજકીય આગેવાનો મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સર ટી હોસ્પિટલ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં તાત્કાલિક ધોરણે નવા કાચની ફ્રેમ વર્ક કરવામાં આવી રહ્યું છે. તેમજ જ્યાં ત્યાં વાયરોની ભૂગળીઓને તાબડતોડ ફીટ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે મેટલ ડિટેક્ટ મૂકવામાં પણ આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ પણ હોસ્પિટલની મુલાકાત લેશે​​​​​​​
આ ઘટનાને લઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઝેરી દેશી દારૂના કારણ 23 લોકોની મોત થઈ છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે ત્યારે તમામ મૃતક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દુઃખની ઘડીમાં પીડિતજનોના પરિવારને સંવેદના વ્યક્ત કરવા માટે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લેવા આવી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...