તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈલેક્શન:પંચાયત-પાલિકાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતા પ્રથમ દિવસે નગરપાલિકામાં 168 અને જિ.પં.માં 53 ફોર્મ ઉપડયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર છે જેથી રાજકીય માહોલ ગરમાયો છે.બે તબકકામાં ચૂંટણીનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ તબકકામાં યોજાનાર મહાનગર પાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પુરી થઇ છે અને બીજા તબકકામાં ભાવનગર જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણીનું આજે સોમવારે જાહેરનામુ બહાર પડયું હતું અને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ હતી.ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાજ ગામડામાં રાજકીય માહોલ ગરમાયો છે.

આજે જાહેરનામુ બહાર પડતા જ ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો છે.જયારે તા.13મીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.તા.15મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તા.16મી એ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.હવે રાજકીય પક્ષો કયા ઉમેદવારને ટિકીટ આપે છે તેની રાહ જોવાઇ રહી છે.મળતી માહીતી મુજબ આજે પ્રથમ દિવસે ત્રણ નગર પાલિકામાં 168 અને જિલ્લા પંચાયતમાં 53 ફોર્મ ઉપડયા હતા. શરૂઆતમાં એક બે દિવસ ખાસ ઉમેદવારી ફોર્મ ભરાશે નહીં પરંતું મુખ્ય પક્ષના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અંતિમ દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો વધશે તમ જણાઇ રહયું છે.

મહુવામાં ધીમે ધીમે જામતો માહોલ
મહુવામાં સ્થાનિક ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, આજે મહુવા નગરપાલિકાની 36 સીટ સામે 98 ઉમેદવારી પત્રો, તાલુકા પંચાયતની 34 સીટ સામે 3 ઉમેદવારી પત્રો અને જીલ્લા પંચાયતની 8 સીટ સામે 12 ઉમેદવારી પત્રો ઉપડયા હતા. હજુ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.13/2 સુધીમાં અનેક ઉમેદવારી પત્રો ઉપડશે, ભરાશે અને રજુ થશે. હજુ કોઇ પક્ષ કે સમિતિએ તેના ઉમેદવારો જાહેર કરેલ નથી. તા.9-10/2 સુધીમાં ઉમેદવારો જાહેર થવાની સંભાવના જોવાઇ રહી છે.

વલભીપુર પાલિકામાં ત્રિપાંખીયા જંગની સંભાવના
વલભીપુર નગરપાલીકામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ત્રીપાંખીયો જંગ ખેલાશે એમ લાગી રહયું છે. ભા.જ.પ.નાં ઉમેદવારો ફાઇનલ કરવા માટે હોદેદારો લીસ્ટ લઇ ગાંધીનગર રવાના થયા છે. ભા.જ.પ.માં પ્રવેશ માટે ઈચ્છુક વલભીપુર નગરપાલીકાના વર્તમાન કોંગ્રેસના નગરસેવકો અંગે ભારે સસ્પેન્શ જોવા મળે છે.વલભીપુર નગરપાલીકાના 6 વોર્ડ તેમજ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવા માટે આજથી ફોર્મ વિતરણ શરૂ થઇ ગયેલ છે. જે અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ખાતેથી 4 મામલતદાર ઓફીસ ખાતેથી 7 અને નગરપાલીકા માટે 19 ફોર્મનો ઉપાડ થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો