તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ પણ ભરાય ગયા છે અને ભાવનગરના 13 વોર્ડમાંથી 211 ઉમદેવારોએ પોતાની ઉમદેવારી નોંધાવી ચુક્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એટી ચોંટીનું જોર લગાવવા લાગી ગયા છે અને પોતાના મત વિસ્તારમાં ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવારો દ્વારા પાંચ વર્ષ માટે તેમની પેનલને વિજયી બનાવવા માટે મત વિસ્તારમાં રહીશોને વિનંતીઓ કરી રહ્યાં છે.
ભાજપ પક્ષના વોર્ડ નંબર 1 ચિત્રા-ફુલસર-નારીના ઉમદેવારોએ હાદાનગર, રાધેશ્યામ સોસાયટી, બજરંગદાસ બાપા સોસાયટી સહિતના પોતાના મત વિસ્તારમાં પ્રચારનો કર્યો હતો અને ગત ટર્મમાં આ 4ની પેનલમાંથી કૉંગ્રેસ પક્ષના ફાળે 3 સીટ આવી હતી. જેમાંથી ભાજપના ફાળે કીર્તિબેન દાણીધરીયા એક બેઠકમાં વિજય થયો હતો.
ચિત્રા-ફુલસર-નારી વોર્ડ નંબર 1 ના ઉમદેવારો જેમાં (1) કિર્તીબેન હિતેશભાઇ દાણીધરીયા, (2) હિરાબેન વિનોદભાઇ કુકડીયા, (3) રાકેશભાઇ દુલાભાઇ બારૈયા (4) ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા આ ચારેય ઉમદેવારોએ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો ડોર ટુ ડોર કર્યો હતો. લોકો પાસે આગામી 5 વર્ષ માટે પોતાની પેનલને વિજયી બનાવવા વિનંતીઓ કરી હતી. ભાજપએ અમને ફરીવાર તક આપી છે ત્યારે અમે ગત ટર્મમાં જ્યારે એક જ બેઠક ફાળે આવી હતી ત્યારે આ વખતે ભાજપ તેને હળવાશથી લેવા માગતું નથી એટલે પેહલેથી જ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ આવીને જંગી સભાઓ યોજી ગયા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.