હાઈટેક પોલીસ:આગામી દિવસોમાં ભાવનગરમાં પોલીસ જોવા મળશે કેમેરા સાથે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ બનશે હાઈટેક, બોડીવોર્ન કેમેરાના ઉપયોગ અંગે ટ્રેનિંગ અપાઈ
  • શહેરના કુલ 30 ટ્રાફિક ​​​​​​​પોઇન્ટમાંથી 26 પોઇન્ટ પર કેમેરા ફાળવવામાં આવશે, જેમાંથી 2 લાઈવ કેમેરા હશે

ભાવનગરની પોલીસ આગામી સમયમાં હાઈટેક બનવા જઈ રહી છે. સામાન્ય લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે થતાં ઘર્ષણને ટાળવા, VIP બંદોબસ્ત તથા કર્ફ્યુ જેવી સ્થિતિમાં મોનિટરિંગ કરવા માટે રાજ્ય સરકારે પોલીસેને બોડી વોર્ન કેમેરા ફાળવ્યા છે. જેમાં ભાવનગરને 26 કેમેરા ફાળવવામાં આવ્યા છે. કેમેરાની ઉપયોગીતાને લઈને પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. સામાન્ય વ્યક્તિનું ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ ટાળવા માટે રાજ્ય સરકારે રાજ્યની પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવ્યા છે. જેમાં ભાવનગર ટ્રાફિક પોલીસને કુલ 26 કેમેરા ફાળવવામાં આવ્યા છે. જે શહેરના કુલ 30 ટ્રાફિક પોઈન્ટમાંથી 26 પોઈન્ટ પર આ કેમેરાથી પોલીસ સજ્જ હશે.

જેમાંથી બે લાઈવ કેમેરા હશે જેનું પ્રસારણ સીધું ગાંધીનગર કંટ્રોલરૂમમાં થશે. VIP બંદોબસ્ત, કર્ફ્યૂ જેવી સ્થિતિમાં આ બોડીવોર્ન કેમેરા પોલીસને ઉપયોગી નિવડશે. તેમજ નાગરિકોનું ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થયા ત્યારે આ પોલીસના આ કેમેરાના ફૂટેજ ઉપયોગી નિવડશે. હાલ આ કેમેરાના ઉપયોગ અંગે પોલીસ જવાનોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે સુસજ્જ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...