તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:ભાવનગરમાં સોમવારે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું

ભાવનગર25 દિવસ પહેલા
  • 3000 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે

ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન્સને અનુસરી મર્યાદિત વાહનો, સંતો-મહંતો અને ભક્તો રથયાત્રા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર આજે આઈ.જી, એસ.પી, એ.એસ.પી સહિતના અધિકારીઓ અને વિવિધ ફોર્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન્સ મુજબ રથયાત્રા સવારે 8 કલાકે પ્રારંભ થઇ 12.30 કલાકે તેના નિયત માર્ગ પર ફરી નિજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રાનું રસ્તામાં કોઈને સન્માન કરવામાં દેવામાં નહિ આવે તેમજ રથયાત્રાના 17 કિમીના માર્ગ પર બપોરે 1 વાગ્યા સુધી કરફ્યું અમલી રહેશે. જયારે લોકોને ભગવાનના દર્શન ઘરે બેઠા ટીવી કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે 1 એસપી, 1 એએસપી, 16 ડીવાયએસપી, 40 પીઆઈ, 103 પીએસઆઇ, 1500 પોલીસ, 18 ઘોડેસવાર પોલીસ, 5 એસઆરપી કંપની, 1183 હોમગાર્ડ જવાન, 16 વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે. અનેક જિલ્લાઓ માંથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે આ વર્ષે રથયાત્રામાં ફલોટ કે પ્રસાદ વિતરણ બંધ રહેશે આકર્ષણનું કેન્દ્ર ફક્ત ભગવાનનો રથ રહેશે.

આ રથયાત્રા શહેરના 17.5 કિમી ના રૂટ પર ફરશે. ત્યારે રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજે ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રાના પુરા રૂટ પર અંતિમ રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.જી, એસ.પી, એ.એસ.પી, ડી.વાય.એસ.પી, પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ,હથિયારધારી ઘોડેસવાર જવાનો-પાંચ એસ.આર.પી ની ટુકડીઓ મળી કુલ 3000 જેટલા સુરક્ષાકર્મીઓ જોડાયા હતા સાથે સાથે પોલીસના વાહનો જેમાં વ્રજ-વરુણ-ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે.

આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી તેમજ બે ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. ભાવનગરમાં સંવેદનશીલ ગણાતા ઘોઘાગેટ ચોકથી હલુરિયા ચોક સુધી આ રથયાત્રા રૂટ પર એસ.પી સહિતના તમામ સુરક્ષાકર્મીઓ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...