તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે સ્થળે રેડ કરી પોલીસે બે બુટલેગર સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે રુપિયા 35 બજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાવનગર શહેરનાં ડી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી આધારે કુંભારવાડા વિસ્તારમાં અલગ અલગ બે સ્થળે દરોડા પાડી 35 હજારની કિંમતના વિદેશી દારૂના જથ્થ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા છે.

શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન પોલીસ જવાનોને બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ બુટલેગરો વિના પાસ પરમિટે વિદેશી દારૂનો વેપલો કરે છે.

માહિતી આધારે પ્રથમ કુંભારવાડા વિસ્તારમાં આવેલા બાથાભાઈના ચોકમાં રહેતાં ગોપાલ ભરત ચુડાસમાના રહેણાંકી મકાનમાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એજ રીતે કુંભારવાડા માઢિયા રોડપર શેરીનં-6 માં રહેતા નરેશ વલ્લભ બારૈયાની માલિકીના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલ ઝડપી લીધી હતી. આ બંને દરોડામાં પોલીસે કુલ રૂ.35 હજાર 400ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બંને બુટલેગરોની ધડપકડ કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...