ડુપ્લીકેટ ઓઈલની ફેક્ટરી ઝડપાઈ:ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે સવા બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવી વેચાણ કરતી ફેકટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્થળપરથી પોલીસે ઓઈલનો જથ્થો તથા અન્ય માલ-મત્તા સહિત કુલ રૂ.2.26 લાખનો માલ કબ્જે કરી ફેકટરી સંચાલક સાંઢીયાવાડના શખ્સની ડી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

બ્રાન્ડેડ કંપનીઓના ભળતા નામે ડુપ્લીકેટ એલડીઓ ઓઈલનું વેચાણ
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર-જિલ્લામાં ગેરકાયદે બાયો ડીઝલ -એલડીઓ સહિત અત્યંત જ્વલનશીલ પ્રવાહી ઈંધણોનુ સુ-આયોજિત નેટવર્ક થકી વેચાણ કરવામાં આવે છે. આ વેચાણને પગલે પર્યાવરણ પ્રદૂષિત થવા સાથોસાથ સરકારને પણ મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે. તો કોઈ વાર દેશની પ્રખ્યાત ઓઈલ બ્રાન્ડ કંપનીઓના ભળતા નામે ડુપ્લીકેટ એલડીઓ ઓઈલનું વેચાણ કરવામાં આવે છે અને અવારનવાર આવા ગેરકાયદે ચાલતા ધંધાઓને પુરવઠા નિગમ તથા પોલીસ દ્વારા ઉજાગર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવો જ કંઈક બનાવ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઉજાગર થયો છે.

અનઅધિકૃત રીતે ઓઈલ બનાવવાની ફેકટરી શરૂ કરી
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડી-ડિવિઝન પોલીસ મથકનો ડી-સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે એક શખ્સ દ્વારા અનઅધિકૃત રીતે ઓઈલ બનાવવાની ફેકટરી શરૂ કરી તૈયાર કરેલ ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો વેચાણ કરે છે. જે હકીકત આધારે ટીમે કુંભારવાડા સર્કલમાં ગુજરાત મેડિકલની બાજુમાં આવેલ એકમમા રેડ કરી નકલી ઓઈલનો જથ્થો તથા પ્રોસેસિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળપરથી આ પ્લોટના ધારક મહોમ્મદ શહેઝાદ નાયાણી ઉ.વ.29 રે.સાંઢીયાવાડ વાળાની ધડપકડ કરી સ્થળપરથી કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...