પોલીસ કાર્યવાહી:લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે હુક્કા પાર્ટી પર પોલીસની રેઈડ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી
  • ખાલી પ્લોટમાં માંડવો બાંધી મહેમાનો માટે હુક્કાની સગવડ કરવામાં આવી હતી

લગ્ન સમારોહમાં મહેમાનો માટે હુક્કાની સગવડ પુરી પાડી હુક્કા પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે રેઈડ કરી પાર્ટીનું આયોજન કરનારા અને વસ્તુઓની વ્યવસ્થા કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના મહેંદી સ્કુલ સામે આવેલા ખાલી પ્લોટમાં નાનો માંડવો બાંધી અમુક ઈસમો હુક્કાબાર ચલાવતા હોવાની બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે ગત મોડી રાત્રે રેઈડ કરતા ખાલી પ્લોટના ખુણામાં હુક્કાબાર ચાલતું હતું. જ્યાં પોલીસે તપાસ કરતા જણાયું હતું કે આશિફભાઈ કાદરભાઈ વડિયાવાલા (રહે. નવી માણેકવાડી)વાળાએ પોતાના ભત્રીજાના લગ્નમાં ઈમરાનભાઈ સતારભાઈ શરમાળ‌ી (રહે. ઘોઘારોડ) પાસેથી હુક્કાનો સામાન મંગાવી મહેમાંનો માટે હુક્કાની વ્યવસ્થા ઊભી કરી હતી. આ અંગે ઘોઘારોડ પોલીસે ઉક્ત આશિફભાઈ કાદરભાઈ વડિયાવાલા અને ઈમરાનભાઈ સતારભાઈ શરમાળ‌ીવિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અહીં બેસીને હુક્કો પીતા લોકો મહેમાનો હોય તેથીની પુછપરછ કરી જરૂર પડ્યે હાજર થવાનું જણાવી બહાર જવા પોલીસે સુચન કરી અહીંથી કુલ રૂ. 2,050નો મુદ્દામાલ ઘોઘા રોડ પોલીસે જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...