તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારના 10 બનાવો:જુગારની મહેફિલોમાં પોલીસની તરાપ, 59 શખ્સોને ઝડપી પાડ્યા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુગારના શહેરમાં 4, ઘોઘામાં 3, મહુવામાં 2 અને સિહોરમાં 1 બનાવમાંથી રૂ. 2,46,210નો મુદ્દામાલ જપ્ત

ભાવનગર શહેર જિલ્લામાં જુગારના કુલ નવ બનાવોમાં 54 શખ્સોને કુલ રૂ. 2,25,700ના મુદ્દામાલ સાથે ભાવનગર જિલ્લાની પોલીસે ઝડપી પાડી તમામ ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર શહેરમાં જાહેરમાં જુગારના કુલ ચાર બનાવો સામે આવ્યા છે. જેમાં જુના બંદર રોડ પરના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા અજય વાઘેલા, કમલેશ વાઘેલા, રામ ટેભાણી, ગોકુળ બારૈયા અને રાજુ બારૈયાને કુલ રૂ.20,510 ના મુદ્દામાલ સાથે ગંગાજળીયા પોલીસે, બોરતળાવ વિસ્તારમાં જુગાર રમતા સંજય ગૌસ્વામી, ભાવિક પાંડવ, વિક્રમ જાડેજા, કિશોર વાજા, અનિલ ગૌસ્વામી, ગોપાલ ચૌહાણને કુલ રૂ.12,640ના મુદ્દામાલ સાથે બોરતળ‌ાવ પોલીસે જ્યારે વિદ્યાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાગર ગૌસ્વામી, હેમુ જાડેજા અને અજય મકવાણાને કુલ રૂ.10,380ના મુદ્દામાલ સાથે નિલમબાગ પોલીસે તથા અન્ય એક બનાવમાં અધેવાડા નજીક જાહેરમાં જુગાર રમતા ભરત સોલંકી, મુકેશ સાથળિયા, ભરત સાથળ‌િયા, સંજય સોલંકી, નંદલાલ મોણપરીયા અને કાળુ સોલંકીને કુલ રૂ.10,830ના મુદ્દામાલ સાથે ભરતનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ઘોઘામાં ત્રણ જુગારના બનાવોમાં ભુતેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા રામુ ચૌહાણ, હિંમત ચૌહાણ, વિપુલ ચૌહાણ, રોહિત પટેલિયા, રાહુલ ચૌહાણ, પ્રવિણ ચૌહાણને કુલ રૂ.12,790ના મુદ્દામાલ સાથે જ્યારે હાથબ ગામે જુગાર રમતા મુન્ના બારૈયા, નરેશ ગોહિલ, મેપા ચુડાસમા, મનસુખ ગોહિલ, મહેશ ચુડાસમા, વિક્રમ ચુડાસમા, ચેતન જેઠવા અને પ્રદિપ બારૈયાને કુલ રૂ. 10,570ના મુદ્દામાલ સાથે જ્યારે અન્ય એક બનાવમાં નવા રતનપર ગામે જાહેરમાં જુગાર રમતા હરેશ ચૌહાણ, પ્રવિણ વાળા, શંકર વાઘેલા, સંજય બારૈયા, દિપક મકવાણા, શાંતિ કંટારિયાને કુલ રૂ. 1,27,100ના મુદ્દામાલ સાથે ઘોઘા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે મહુવાના ઈંદિરાનગરમાં જુગાર રમતા અનિશ ચૌહાણ, મહેબુબ પઠાણ, નરશી બારૈયા, અસલમ શેખ, ઈસા પઠાણને કુલ રૂ.11,120ના મુદ્દામાલ સાથે તથા નેસવડ નજીક જાહેરમાં જુગાર રમતા બચુ બારૈયા, અશોક બાંભણિયા, નાથા બારૈયા, અનિલ બારૈયા, વિપુલ બારૈયા, સુખા બારૈયા, દિનેશ બારૈયા અને ધીરૂ મકવાણાને કુલ રૂ.23,850ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા ત્થા સિહોરના મફતનગર વિસ્તારમાં જુગાર રમતા ભગવાન યાદવ, જગદીશ સોલંકી, વિપુલ પરમાર, કિશોર પરમાર, શરદ સાગઠિયા અને કાંતિ બોરીચાને કુલ રૂ. 6,320ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

બોટાદ જીલ્લામાંથી 13 જુગારીઓ ઝડપાયા
બોટાદ જિલ્લામાં પોલીસે જુદી જુદી જ્ગ્યારે રેઇડ પડી 13 જુગારીઓને ઝડપી પડ્યા હતા. જેમાં બરવાળામાંથી જાહેરમાં જુગાર રમતા શામજી દેત્રોજા, સુરેશ ડાબસરા, છાના સારોલા, વિપુલ સારોલા, જીગ્નેશ સારોલા અને શંકર સારોલાને રૂ.1,460નાં મુદ્દામાલ સાથે, રાણપુરના માલણપુર ગામે જુગાર રમતાપરેશ ઝાપડીયા, જગદીશ વડોદરિયા અને રણજિત ઝાપડીયાને રૂ. 2,670 નાં મુદ્દામાંલ સાથે ઝપડી પાડ્યા હતા જ્યારે ભરત ઝાપડીયા, પ્રકાશ ઝાપડીયા અને રામસીંગ ગોહિલ ત્રણેય ફરાર થયાં હતા અને બોટાદના તુરખા ગામેથી કાનજી પરમાર, ખોડા પરમાર, વાલજી પરમાર અને દીપક પરમારને રૂ. 1,430 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...