પોલીસ જવાનોનું વોટિંગ:ભાવનગરની 7 વિધાનસભા બેઠક માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા
વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજેરોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ માટે અલાયદા ત્રણ સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...