કાર્યવાહી:ભાવનગર પોલીસને પડકારનારા ચોરબંધુઓને પોલીસે ઝડપી પાડ્યા

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના વિવિધ વિસ્તારોની દુકાનમાંથી ચોરી કરનારા ચોરબંધુઓ ઝડપાયા છે. અધેવાડા ગામે તળાજા રોડ પર ઢાળ પાસેથી ગત રાત્રીના સવાબાર વાગ્યાના અરસામાં અમર ઉર્ફે અમિત ઉર્ફે કરણ દિનેશભાઈ વાઘેલા અને તેના સગ્ગા ભાઈ મુકેશ ઉર્ફે ગડુ દિનેશભાઈ વાઘેલા (બંન્ને રહે. ગાયત્રીમંદિર, વિક્ટર રોડ, તા. મહુવા)ને ભરતનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. જેની તપાસ કરતા અમર પાસેથી રૂ.26,000 તથા મુકેશ પાસેથી રૂ. 29,000 રોકડા તથા એક આઈપેડ મળી આવ્યું હતું.

પોલીસ પુછપરછમાં બંન્નેએ તળાજા રોડ પર આવેલી પંડ્યા ડેરી ફાર્મ તથા ટોપથ્રી સર્કલ પાસે આવેલા ખુશી પાન પાર્લર, નવાપરા ટેક્નિકલ સ્કુલ પાસે આવેલી મહેતા એન્ડ કંપનીના ડેલામાં તથા જુના બંદર રોડ પર આવેલી અમન સિરામિકમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ સિવાય જેતપુરમાં બે અને કેશોદમાં પણ બે દુકાનોમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. બંન્ને ભાઈઓ કોઈ દુકાનને નિશાન બનાવી તેનું છાપરૂ કે દરવાજો તોડતા અને અમન દુકાનમાં જઈને ચોરીને અંજામ આપતો હતો. આ બંન્ને ચોરો ઝડપાયા હોવાની પોલીસે આજે સત્તાવાર જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...