ચોર મેનેજર ઝડપાયો:ભાવનગરમાં હીરાની ઓફીસમાંથી 18 લાખની ચોરી કરનારા મેનેજરને પોલીસે ઝડપી લીધો, 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલ આદિત્ય કોમ્પલેક્ષની ઓફિસમાં કામ કરતો મેનેજર 18 લાખથી વધુ રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો હતો પોલીસને બાતમી મળેલ કે યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ વિશાલા પાર્ક સામે ઝાડવા નીચે બેઠો હતો જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

નિલમબાગ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી
વિજયરાજનગરમાં આદિત્ય કોમ્પ્લેકસમાં આવેલ શ્રી હરિ જેમ્સવાળા મનિષભાઇ હરેશભાઇ ધામેલીયા રહે.કાળીયાબીડ ભાવનગરવાળાએ તેની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતાં મેનેજર વિવેક મનજીભાઇ દિયોરા ગઇ તા.9/9ના રોજ હિરાનાં કારીગરોનાં પગાર માટે ઓફિસની તિજોરીમાં રાખેલ રોકડ રૂ.18,51,000ની ચોરી કરી નાસી છૂટ્યો હતો જે અંગે નિલમબાગ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી,

યુનિવર્સીટી કેમ્પસ સામે ઝાડવા નીચેથી ઝડપાયો
લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન માહિતી મળેલ કે, વિવેક મનજીભાઇ દિયોરા રહે.વિદ્યાનગર, ભાવનગરવાળો ભાવનગર, યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ વિશાલા પાર્ક સામે ઝાડવા નીચે બેઠો છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વિવેક મનજીભાઇ દિયોરા મળી આવતા તેને ઝડપી લીધો હતો, તેની પાસે રહેલ થેલામાંથી કુલ રૂ.11,38,940નાં દરની અલગ-અલગ ચલણી નોટો તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ 3 કિ.રૂ. 30 હજાર મળી કુલ રૂ.11,68,940 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો, વધુ કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...