અપીલ:દિવાળીના તહેવારોને લઈને પોલીસે એક્શન પ્લાન ઘડ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવાર અનુસંધાને ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લાઓમાં ગુન્હાખોરી ડામવા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે. તા. 21/10 થી તા. 30/10 સુધીમાં પોલીસ બેડાના તમામ અધિકારીઓ, LCB, SOG, ટ્રાફિક પોલીસ, પોલીસ હેડ ક્વાટર્સના અધિકારી-કર્મચારીઓ, BDDS ટીમ તથા ઘોડશ્વાર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. નેત્રમ દ્વારા શહેરની તમામ ચહેલપહેલ પર નજર રાખવામાં આવશે અને સામાજીક એકતા ડહોળ‌ાય એવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનારાઓ પર નજર રખાશે.

મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રોમિયો સ્કોવ્ડ તૈયાર કરાઈ છે. જેનો આજથી જ અમલ કરવામાં આવશે. જ્યારે દિવાળી દરમ્યાન બહાર ફરવા જનારા પરિવારોએ કિંમતી સામાન બેંક લોકરમાં મુકીને જવા તેમજ ફટાકડા ફોડતી વખતે આગજનીના બનાવ ના બને તેની તકેદારી રાખવી તેમજ કોઈ અનિચ્છનિય બનાવ બને તો તુરંત પોલીસનો સંપર્ક કરી સહકાર આપવા રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...