તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસને દારૂ ભરેલી ટાવેરા મળી આરોપીઓ હાથ ન લાગ્યા

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કુંભારવાડામાંથી પોલીસે કારમાંથી 1602 બોટલ ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી

ભાવનગર ડી.ડીવીઝન પોલીસે ગત મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ ભરેલી ટાવેરા કાર કબ્જે લીધી હતી. જેમા ચાર શખ્સોના નામ ખુલ્યા હતા. પરંતુ અેકેય અારોપી પોલીસને હાજર મળેલ ન હતા.જયારે શહેરના અાર.ટી.અો. અોફીસ પાસે લકઝરીયસ કારમા દારૂ પિતા અેક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ડી.ડીવીઝન પોલીસ મથકનાં પી.અાઇ. તથા સ્ટાફ ગત મોડીરાત્રે 2-00 વાગ્યા અાસપાસ પેટ્રોલીંગમાં હતા તે વખતે કુંભારવાડા સર્કલ પાસે પહોંચતા તેઅોને બાતમી મળેલ કે કુંભારવાડામા રામદેવનગર,શેરી-નં-3,બારૈયાની દુકાન પાસે પડેલી ટાવેરા કાર નંબર જી.જે.08.વાય-6251 માં વિદેશી દારૂ પડયો હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા હકીકત વાળી કાર ત્યાં પડી હતી. પણ કોઇ વ્યકિત હાજર મળેલ નહી.પોલીસે તપાસ કરતા કારનું લોક ખુલ્લુ હતુ. જેથી કારમા તપાસ કરતા સીટ ઉપર જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુના બોકસ પડેલા હતા.

જેની ગણતરી કરતા તેમાંથી 1602 બોટલ દારૂની ભરેલી મળી અાવતા પોલીસે કુલ રૂ. 358420 નો મુદામાલ કબ્જે લીધો હતો.પોલીસ તપાસમા અા દારૂનો જથ્થો જયદીપસીંહ રેવતસિંહ ગોહિલ,જયદીપ ભરવાડ, દિગ્વીજયસિંહ ઉર્ફે કુમાર તથા નવીન ઉર્ફે લવીંગ ગોહેલનો માલ હોવાનું જાણવા મળતા તમામ વિરૂધ્ધ ડી.ડીવીઝન પોલીસમા ગુન્હો દાખલ કરેલ છે.

જયારે શહેરની અાર.ટી.અો અોફિસના ગેટ નં-2 પાસેથી ગત મોડી રાત્રે ડી.ડીવીઝન પોલીસે સ્વીફટ ડીઝાયર નંબર વગરની કાર શંકાસ્પદ હાલતે જોતા અને તપાસ કરતા ડ્રાઇવીંગ સીટ પર અેક શખ્સ બેઠેલો મળી અાવેલ અને પાછળની સીટ ઉપર અેક ઇંગ્લીશ દારુની ખુલેલી બોટલ મળી અાવેલ. અને શખ્સના મો માંથી નશો કર્યાની દુર્ગધ અાવતા પોલીસે રૂ. 500250 ના મુદામાલ સાથે શખ્સની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો