તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પોલીસને માસ્ક પહેરવા અંગે ટકોર કરતા યુવાનોને માર માર્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ભડભીડ નજીક 6 લેન રોડ પર આવેલા ટોલનાકામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બે ભાઈઓને મારમારી, ધમકી આપવા મામલે વેળાવદર ભાલના પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. માસ્ક પહેરવા અંગે આ યુવાનોએ પોલીસને ટપારતા માર માર્યો હોવાનું જણાવેલ છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ પીએસઆઈ જાડેજા તથા રાજુભાઈ મકવાણા તથા અન્ય ત્રણ કોન્સ્ટેબલો આવીને માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહી અપશબ્દો કહી લક્ષ્મણ શિયાળીયાને મારમાર્યાં બાદ તેમના ભાઈ રામભાઈ ભોપાભાઈને ધમકી આપેલ કે તારા ભાઈને મારમાર્યો છે તે કોઈને કહીશ તો તને પણ આવી રીતે મારમારવાનો છે તેમ કહી સનેસ પોલીસ સ્ટેશને લઈ ગયા જ્યાં તેના ભાઈને લોકઅપમાં પુરી મારમારી, જ્ઞાતિ વિરુદ્ધ હડધૂત કર્યા હતા તેમજ પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ માસ્ક નહી પહેરી જાહેરનામાનો ભંગ કરેલો હોય તેમની સામે ગુનો નોંધવા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી.

દરમિયાનમાં આ અંગે વેળાવદર ભાલના PSI આઈ.ડી જાડેજાએ જણાવ્યું હતું કે, આ આરોપો ખોટા છે, તેમની સામે 188 જાહેરનામા ભંગનો કેસ કરેલો હોવાથી અને વાહન ડિટેઈન કર્યું હોવાથી તેઓ આક્ષેપો લગાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો