રજૂઆત:રવેચી તળાવમાં ઝેરી વનસ્પતિ અને પ્લાસ્ટિકના કચરાની ગંદકી પ્રસરી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવના બ્યુટિફિકેશનનું કામ અગમ્ય કારણોસર બંધ થયુ
  • તળાવ સૂકાઇ ગયુ અને પક્ષીઓની હાજરી નહિવત થતા યોગ્ય પગલા લેવા ડો.ડી.બી.રાણીંગાએ કરી કલેકટર સમક્ષ રજૂઆત

ભાવનગર શહેરમાં વિકસી રહેલા વિસ્તાર એરોડ્રામ રીંગરોડ ઉપર રવેચી માતાનું એક પૌરાણિક મંદિર આવેલ છે જેની સાથે અનેક લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલ છે.મંદિરને ફરતે સુંદર તળાવ છે. આ વર્ષે રવેચી બ્યુટીફેકેશન પ્રોગ્રામ હેઠળ બ્યુટિફીકેશન કામ શરૂ કરવામાં આવેલ હતું. પરંતુ હાલમાં કોઈ કારણસર કામ બંધ છે .જેથી તળાવમાં ઝેરી વનસ્પતિ અને પ્લાસ્ટીકનો કચરો ભરાઈ ગયેલ છે જેને કારણે પાણી દુર્ગંધ મારે છે.

આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે હવે જ્યારે ચોમાસુ પૂરું થવામાં છે ત્યારે તળાવની ચારે તરફથી પાણીની આવક બંધ છે.તળાવ સુકાઈ જવામાં છે. અનેક જાતના પક્ષીઓ તળાવમાં વસવાટ કરતાં હતા જે હવે નહીવત છે.

શહેરની તદ્દન નજદીકની એક ધાર્મિક જગ્યાની દુર્દશા થઈ રહી છે જેથી લોકોની ધાર્મિક લાગણી પણ દુભાય છે.દુર્દશા સત્વરે બંધ થાય તેવી માંગણી છે. તળાવનો કચરો બહાર કાઢવામાં આવે અને પાણીની આવક શરૂ થાય તેવું કરવું અનિવાર્ય હોય આ મામલે યોગ્ય પગલાં લઈ યોગ્ય કરવામાં આ તેવી રજૂઆત ભાવનગર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.ડી.બી. રાણીંગાએ કલેકટર સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...