વડાપ્રધાન કાલે ભાવનગરમાં:શહેરના ચિત્રા વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે, તડામાર તૈયારીઓ શરૂ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર તેજગતીએ ચાલી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની ભૂમિ પર પધારી રહ્યા છે. જે માટેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે. પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પીએમના બંદોબસ્તની ખાસ એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.

1500થી વધુ પોલીસ તંત્ર તૈનાત

ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે આવતીકાલે બુધવારના રોજ ભાવનગર ખાતે પધારી રહ્યા છે જેને લઈ પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન તૈયાર કરી તેમના બંદોબસ્તે માટે કમર કસી રહ્યા છે વડાપ્રધાનના બંદોબસ્ત માટે આઈજીની આગેવાની હેઠળ ભાવનગર એસપી સહિત પાંચ એસપી, 10 ડીવાયએસપી સહિતના 1500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. જ્યારે શહેરના માર્ગો પર પોઈન્ટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસારમાં જોરશોરથી કરી રહ્યા છે રાજકીય નેતાઓ અને પક્ષના હોદ્દેદાર આંટાફેરા વધ્યા છે જેને લઇ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ચૂંટણીના પ્રચાર અર્થે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે બે દિવસ પહેલા ભાવનગરની ભૂગોળ આવેલા બોટાદ ખાતે સભાને સંબોધી હતી ત્યારબાદ ફરી ભાવનગરના આંગણે પધારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...