• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Pleasant Settlement In Two Cases By Sakhi One Stop, Husband Had An Affair With Another Woman, Asking Mother in law And Father in law To Ignore

વિશેષ:સખી વન સ્ટોપ દ્વારા બે કેસમાં સુખદ સમાધાન, પતિને અન્ય સ્ત્રી સાથે આડસંબંધ હતો, સાસુ અને સસરા નજર અંદાજ કરવાનું કહેતા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​ડિવોર્સ બાદ પિયરમાં રહેતી મહિલાને પાડોશના શખ્સ સાથે પ્રેમ થયો તેણે પણ ત્રાસ આપ્યો

જિલ્લામાં ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓના જુદાં-જુદાં બે કિસ્સાઓમાં પીડિતાઓની વ્યથા સાંભળી સખી વન સ્ટોપ દ્વારા સુખદ સમાધાન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની એક પીડિતાએ અઢી વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા.

અઢી વર્ષ તેમનો સંસાર સારો ચાલ્યો અને સંતાનમાં એક દિકરો થયો જે બાદ તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ થતાં અને દારૂ પીવાની ટેવના કારણે બંન્ને વચ્ચે ઝઘડાઓ થતાં અને અન્ય સ્ત્રી સાથેના સંબંધ પર તેના સાસું સસરા આ લગ્નેત્તર સંબંધને નજર અંદાજ કરવાનું કહી સંસાર ચલાવવાનું કહેતા તેથી ગામ લોકો તથા સરપંચને પીડિત મહિલાએ જાણ કરી અન્ય સ્ત્રી સાથેના વીડિયો બતાવ્યા બાદ પીડિતાના પતિને ગામમાં રહેવાની ના પાડી તેથી તેઓ દંપત્તી બાળક સાથે ભાવનગર રહેવા આવી ગયા.

અહીં તેનો પતિ દારૂ પી માર મારતો અને ગમે ત્યારે ઘરમાંથી કાઢી મુકતો. થોડાં દિવસો પૂર્વે તેનો પતિ પાર્ટી કરવા જાઉં છું તેમ જણાવી દારૂ પીવાં જતો હતો ત્યારે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલાને ઘરમાંથી કાઢી મુકતા મહિલા હેલ્પલાઈન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં બંન્ને પતિ-પત્નિને લાવી કાઉન્સેલિંગ કરી પતિ-પત્નિ બંન્ને નોકરી કરી ભાવનગરમાં રહી સંસાર ચલાવશે તેવી બંન્નેની સંમત્તિ સાથે સમાધાન કરાવ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં 7 વર્ષ પહેલાં ડિવોર્સ થયા પછી પિયરમાં રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થયા બાદ મહિલા પોતાની બે નાની બાળકીઓ સાથે છેલ્લા 5 વર્ષથી સાથે રહેતા હતા. પરંતુ તેનો બીજો પતિ કમાતો ના હોય અને દારૂ પિવાની ટેવ હોય તેથી દારૂ પિવા માટે પીડિત મહિલા અને તેના બંન્ને બાળકોને મારમારતો, પીડિત મહિલાએ પ્રેમ લગ્ન કરેલા હોવાથી તેના માતા-પિતાએ પણ તેની સાથે સંબંધ રાખ્યો નહોતો.

આ મામલે પીડિત મહિલાએ પોલીસમાં પણ ફરિયાદ કર્યાં બાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં બંન્ને લાવવામાં આવ્યા બાદ સર ટી. હોસ્પિટલમાં મહિલાનું મેડિકલ ચેકઅપ કરતા મહિલા પ્રેગ્નેન્ટ હોવાનું જણાયું હતું અને પતિ પત્નિને સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવી બંન્ને પક્ષોને સાથે રાખી બંન્નેની મંજુરીથી સુખદ સમાધાન કરાવ્યું હતું.

પીડિત મહિલાઓ માટે એક સ્થળ પર તમામ મદદ
પીડિત મહિલાઓને ન્યાય માટે આમતેમ ભટકવું ના પડે તે માટે સખી વન સ્ટોપ દ્વારા એક સ્થળ‌ પર જ પોલીસ, આરોગ્ય અને કાયદાકિય સહાય આપવામાં આવી છે. જેમાં સેન્ટર પર જ મહિલાઓને આ મદદ પુરી પાડી દેવામાં આવે છે મહિલાએ અન્યત્ર ધક્કા ખાવા પડતા નથી. સેન્ટર દ્વારા સમાધાનકારી વલણ અપનાવી કામગીરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...