ફૂટબોલ ટુર્નામેન્ટ:સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું આગમન થયું

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.કે. બી.યુનિવર્સિટીના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે રમાનાર
  • ​​​​​​​ગોવા, ગુજરાત, દીવ-દમણ, દાદરાનગર હવેલીની ટીમો રમશે

ક્રિકેટમાં રણજી ટ્રોફીની જેમ ફૂૂટબોલમાં પ્રતિષ્ઠા ધરાવતી સંતોષ ટ્રોફી (વેસ્ટઝોન) ફૂટબોલ ટુર્નામેન્ટ આગામી તા.24મી નવેમ્બરથી ભાવનગર ખાતે રમાનાર છે અને તેના માટે તમામ ટીમોનું શહેરમાં આગમન થઇ ચૂક્યુ છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવનિર્મિત ફૂટબોલ સ્ટેડિયમ ખાતે તા.24થી 28 નવેમ્બર સુધી 75મી સંતોષ ટ્રોફી ફૂટબોલ (વેસ્ટઝોન) ટુર્નામેન્ટ રમાનાર છે. આ અંગેની વિગતો જણાવતા ગુજરાત ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુકે, ગ્રુપ-એની લીગ મેચો ભાવનગર ખાતે રમાનાર છે,

જેમાં ગુજરાત, ગોવા, દીવ-દમણ, દાદારા નગર હવેલીની ટીમોના ખેલાડીઓ ભાવનગરમાં આવી ચૂક્યા છે. તમામ ખેલાડીઓને અને તમામ ઓફિશિયલ્સને ઇન્ડીયન ફૂટબોલ ફેડરેશનના કોવિડના નિયમો અનુસાર બાયોબબલમાં રાખવામં આવ્યા છે.

ભાવનગર ખાતે રમાનાર સંતોષ ટ્રોફીમાં ટોચની બે ટીમો પસંદગી પામશે, અને દરેક ઝોનમાંથી જીતેલી આવી 2-2 ટીમો વચ્ચે સંતોષ ટ્રોફીના ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે. હાલ ફૂટબોલની આઇએસએલ ચાલી રહી છે અને ખેલકૂદ પ્રેમી જનતામાં લોકપ્રિય છે.ભાવનગર ખાતે પ્રથમ વખત નામાંકિત ફૂટબોલ ટુર્નામેન્ટ રમાઇ રહી છે, અને તેને સફળ બનાવવા માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસો. ઉપરાંત તમામ સીનિયર, જૂનિયર ખેલાડીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...