પ્લાસ્ટિક જપ્ત કરી દંડ:પાથરણાવાળા ઝપટે ચડ્યા 110 પાસેથી પ્લાસ્ટિક જપ્ત

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા વિસ્તારમાંથી 16 વેપારીઓ પાસેથી 182 કીલો પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકાર્યો

ભાવનગર કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાથરણાવાળાનું ચેકિંગ કરી કુલ 110 પાથરણા વાળા પાસેથી 19 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19250 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ, દુકાનદારો, હોટલ રેસ્ટોરન્ટ, મેડિકલ સ્ટોર સહિતનામાં ચેકિંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં આજે સ્ટ્રીટ હોકરનું પણ ચેકિંગ કરાયું હતું અને દંડ ફટકાર્યો હતો. તદુપરાંત આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી 16 વેપારીઓ પાસેથી 182.75 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. અને રૂ.19000 નો દંડ વસૂલ કર્યો હતો. તદુપરાંત ગંદકી ફેલાવતા 20 લોકોને 6,450 નો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...