ભાલ પંથકના ગણેશગઢ પાટિયા પાસે મિત્રોને શ્રધ્ધાંજલી અર્પવા તેમના મિત્રોએ વૃક્ષારોપણ કરી તેમની કાયમી યાદગીરી માટે સ્મારક બનાવ્યું છે. ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગણેશગઢ ગામ પાટીયા પાસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના તત્કાલીન પ્રાધ્યાપક ઘનશ્યામભાઈ ઉપાધ્યાયનુ થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થયેલ તેમજ તાજેતરમાં ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક વિજયકુમાર રાઠોડનું પણ અવસાન થયેલ હતુ.આ બન્ને દિવંગતોની કાયમી સ્મૃતિ માટે ગણેશગઢ પાટિયા પાસે બે પીપળાના વૃક્ષનું રોપણ કરી બન્ને વૃક્ષો પર તકતી લગાવવામાં આવી હતી.
આકાર્યક્રમમાંએમ.કે.બી.યુનિ.ના બંનેના મિત્ર પ્રાધ્યાપક ઈન્દ્રભાઈ ગઢવી, પ્રવિણભાઈ ડોડિયા, આશિષભાઈ શુકલ, ગુજરાતી ભવનના વડા મહેન્દ્રસિંહજી પરમાર, તલાટી મંત્રી આનંદભાઈ ખસિયા, વિસ્તરણ અધિકારી કલ્પેશભાઇ ભટ્ટ, વાઘાભાઈ ડાંગર સનેસ, ગણેશગઢના ઉપ સરપંચ જગાભાઈ મેર હાજર રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.