વાવેતર:ગોહિલવાડમાં એક જ સપ્તાહમાં વાવેતરમાં સાડા ત્રણ ગણો વધારો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચણાનું સર્વાધિક 5200 હેકટરમાં થયેલું વાવેતર
  • ગત સપ્તાહમાં રવિ પાકનું કુલ વાવેતર 5100 હેકટર હતુ તે આ સપ્તાહે વધીને 18,300 હેકટર થઈ ગયું

ભાવનગર જિલ્લામાં હવે નવેમ્બરના તૃતિય સપ્તાહના આરંભે ગુલાબી ઠંડીનો આરંભ થઇ જતા પંથકમાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું વે. સમગ્ર જિલ્લામાં કુલ 18,300 હેકટરમાં આરંભિક તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે.

જે હવે ઠંડી જામતા આગળ વધશે. ગચ સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 5100 હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં સાડા ત્રણ ગણું વધીને 18,300 હેકટરમાં થઇ ગયું છે. જેમાં સર્વાધિક વાવેતર ચણાનું 5200 હેકટર જમીનમાં થયું છે.

ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે. ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર 4400 હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 9100 હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું 48.35 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે.

ક્યા પાકનું કેટલું વાવેતર

પાક

વાવેતર

ચણા

5200 હેકટર

ડુંગળી

4400 હેકટર

ઘઉં

4000 હેકટર

ઘાસચારો

3600 હેકટર

શાકભાજી

700 હેકટર

અન્ય તૈલી

200 હેકટર

અન્ય સમાચારો પણ છે...