તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મોટી રાજસ્થળીમાં 1008 પીપળા રોપવાનું આયોજન

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1000 ટ્રી ગાર્ડ પણ ઉપલબ્ધ કરાવાયા
  • યુવાનોએ જાત મહેનતથી બાવળો કાઢી વૃક્ષો વાવવા ખાડા ગાળવાના શરૂ કર્યા

પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે 12 જુલાઇને સોમવાર, અષાઢી બીજે સંતો , રાજકીય આગેવાનો , ગામના વડીલો અને ભાઈઓ- બહેનોની હાજરીમાં પીપળાનું પૂજન , શોભાયાત્રા , મહેમાનોનું સ્વાગત સાથે બપોરે 2 વાગે 1008 પીપળા રોપણનો અનોખો મહોત્સવ ઉજવાશે.

વાવાઝોડાથી લાખો વૃક્ષો પડી ગયા છે ત્યારે પ્રજાએ પોતે જ પડ્યા છે તેનાથી બમણા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને ઠેર ઠેર હજ્જારો વૃક્ષો રોપવાના ઉજેરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મોટી રાજસ્થળી ગામે ગામના પૂર્વ સરપંચ નાનુભાઈ ડાખરા દ્વારા કોરોના કાળ માં પડેલી ઓક્સિજનની તંગી અને આધ્યાત્મિક રીતે પીપળાનું મહત્વ સમજી એક પીપળા નું જ વન બનાવીએ તો કેમ એવો વિચાર મુક્યો હતો અને એ વિચાર ને ગામના યુવાનો સરપંચ જીજ્ઞેશભાઈ અને તેમની પંચાયતના સભ્યો , શિક્ષકો વગેરેએ વિચારને વધાવી કામ આદર્યું .

ગામના સેવાભાવી લોકો લોકો કામે લાગ્યા સુરતમાં ચાલતા મંડળના સભ્યો સુરતમાં કામે લાગ્યા અને પરિણામ સ્વરૂપ 1000 ટ્રી ગાર્ડના દાતા પણ મળ્યા હર્ષદભાઈ જેરામભાઈ દેસાઈ દ્વારા હાથ બનાવટના 1000 ટ્રી ગાર્ડનો ખર્ચ પણ આપવાનું જાહેર કર્યું તારીખ 10થી જ જ્યાં પીપળા રોપવાના છે એવા તળાવ કાંઠે જેસીબીથી પાળો સાફ કર્યો અને બાકી યુવાનોએ જાત મહેનત થી બાવળો કાઢી વૃક્ષો વાવવા ખાડા ગાળવાના શરૂ કર્યા સાથે ગામની એકતાનું પણ અદભુત ફર્શન થયું મિટિંગમાં પૂર્વ સરપંચો ગોવિંદભાઇ દેસાઈ , નાનુભાઈ ડાખરા,વલ્લભભાઈ મોણપરા, હરેશભાઇ માંગુકીયા, વર્તમાન સરપંચ જીજ્ઞેશભાઈ ચૌહાણ બધા હાજર રહે પક્ષાપક્ષી ભૂલી બધા આ ઉત્તમ કાર્ય માટે પોતાનું યોગદાન આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...