તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બે દિવસીય સ્કીલ ઇનિશિયેટિવ કાર્યક્રમનું કરાયેલું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ્રલ સોલ્ટ દ્વારા શેવાળ વાવેતર અને પ્રોસેસિંગ માટે
  • વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, રિસર્ચરો માટે બાયોઇકોનોમિ ઉત્પન્ન કરવાથી લઈને ઉદ્યોગો અંગેનાં લેક્ચર અપાશે

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્કીલ ઇન્ડિયા મિશન અને સી.એસ.આઇ.આર નાં ઈન્ટીગ્રેટેડ સ્કીલ ઇનીશીયેટીવ પ્રોગ્રામ અંતર્ગત શેવાળ નાં વાવેતર અને પ્રોસેસિંગ ટેકનોલોજી માટે બે દિવસીય ( તા. 22 અને 23 જુલાઈ) કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ ની મદદથી કવોલિફાઇડ વર્કફોર્સ તૈયાર કરવાની અને તેના લીધે સાહસિકતા વધારવાનો છે. અત્યારે શેવાળ ની માંગ ઉદ્યોગોમાં ખૂબ વધી રહી છે. આ ટ્રેનિંગ નાં લીધે દરિયાકિનારા ની જગ્યાઓમાં બાયો ઇકોનોમી પણ વધારી શકાય છે.

શેવાળ નો એકવા કલ્ચર, ઓર્ગેનિક ફર્ટીલાઈઝર અને હાયડ્રોપોનિક્સ, સીવીડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, હાઈડ્રો કોલોઇડ ઇન્ડસ્ટ્રી વગેરેમાં ઉપયોગી બને છે. સીવીડ નાં વાવેતર માં ચાઇના અને બીજા એશિયન દેશો ઘણા આગળ છે. ભારતમાં પણ સાત રાજ્યો અને 4 યુનિયન ટેરીટરી દરિયાકિનારો ધરાવે છે. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં 1000 થી વધારે માછીમારો ને શેવાળ ની ખેતી માં જોડાવામાં આવ્યા છે.

આ તમામ માછીમારોમાં મોટાભાગ ની મહિલાઓ છે. સેન્ટ્રલ સોલ્ટ ની આ ટ્રેનિંગ માં ભાગ લેવા માટે 15 જુલાઈ પહેલા seacpt2@gmail.com પર અરજી કરી શકાય છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને રિસર્ચરો આ પ્રોગ્રામ માં જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...