તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાળુઓ ત્રસ્ત:પાલિતાણા તળેટીમાં રિક્ષા ચાલકો દ્વારા અવ્યવસ્થાથી યાત્રિકો હેરાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનામોટા બિન જરૂરી ઝઘડાઓ પણ થાય છે
  • રીક્ષાઓ આડી ઉભી રખાતી હોય યાત્રા કરી નીચે ઉતરાતા યાત્રાળુઓ ત્રસ્ત

જૈનોના યાત્રાધામ મહાતીર્થ પાલિતાણામાં તળેટી એ રીક્ષા ચાલકો આડેધડ રીક્ષાઓ ઊભી રાખે છે અને યાત્રિકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે. યાત્રા ચાર માસ દરમિયાન બંધ રહેવાને આડે જૂજ જ દિવસો બાકી રહ્યા હોય યાત્રિકો નો મોટો સમૂહ યાત્રાર્થે જ્યારે પધારી રહ્યો છે ત્યારે તેઓના ફોરવીલ તેમજ અન્ય વાહનોને પણ રિક્ષા ચાલકોના કારણે ખૂબ જ હેરાન ગતિ થાય છે.

ખાસ કરી અને શનિ-રવિ દરમિયાન યાત્રિકો યાત્રા કરવા જ્યારે પધારે છે ત્યારે તેઓને પગે ચાલીને તળેટી તરફ જવામાં પણ રિક્ષાચાલકોની અવ્યવસ્થાને કારણે ખૂબ જ તકલીફ પડે છે તેમ જ યાત્રા કરીને જ્યારે યાત્રિકો નીચે ઉતરતા હોય છે ત્યારે તળેટીએ રિક્ષાચાલકો સંપૂર્ણ રીતે આડી રાખી અને પેસેન્જર ભરતા હોય છે જેના કારણે અનેક બહેનો દીકરીઓ ને પણ બહુ જ તકલીફ પડી રહી છે.

ફોરવીલ વાળા પોતાને યાત્રિકોને લેવા માટે તળેટી પાસે જાય છે ત્યારે રિક્ષાચાલકો ખૂબ જ આડી રીક્ષાઓ રાખીને ઊભા હોય છે તેઓને જરાપણ કહેવાથી તેઓનો સમૂહ નાનામોટા બિન જરૂરી ઝઘડા કરે છે. તળેટીમાં પોલીસ ચોકી પણ આવેલી છે તો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને રિક્ષા ચાલકો વ્યવસ્થિત રીતે રીક્ષા ઉભી રાખે તેવી વ્યવસ્થા ગોઠવાય તો યાત્રિકો ને તકલીફ ન પડે તેવું યાત્રિકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...