• Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Pilgrims From Bhavnagar Strive To Win The Battle Of Life With Faith Amidst Severe Cold, Scary Rains And Landslides In Kedarnath, Sonprayag

મદદની ગુહાર:કેદારનાથ, સોનપ્રયાગમાં તીવ્ર ઠંડી, બિહામણો વરસાદ અને ભુસ્ખલન વચ્ચે શ્રદ્ધાના જોરે જિંદગીનો જંગ જીતવા મથતા ભાવનગરના યાત્રાળુઓ

ભાવનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોનપ્રયાગમાં ભાવનગરના મુકેશ ચૌહાણ અને તેના પરિવારજનો ફસાયેલ છે. - Divya Bhaskar
સોનપ્રયાગમાં ભાવનગરના મુકેશ ચૌહાણ અને તેના પરિવારજનો ફસાયેલ છે.
 • કેદારનાથ, સોનપ્રયાગમાં ફસાયેલા ભાવનગરના 13 લોકો
 • આનંદનગર, મેિડકલ ટીમ અને ઝમરાળાના મહંત ઉત્તરાખંડમાં ફસાયા છે

ઉત્તરાખંડના કેદારનાથમાં સતત થઇ રહેલી વર્ષા અને માર્ગમાં થયેલા ભૂસ્ખલનને કારણે હજારો યાત્રિકો ફસાયેલા છે. ગુજરાતના 100થી વધુ યાત્રિકો કેદારનાથ, સોનપ્રયાગમાં જીવન બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં ભાવનગરના 23 લોકોનો પણ સમાવેશ છે. સોનપ્રયાગમાં કુદરતી આપત્તિ વચ્ચે ફસાયેલા ભાવનગરના મુકેશ ચૌહાણ અને તેમના પરિવાર તથા કેદારનાથમાં ફસાયેલી મેડિકલ ટીમે વર્ણવી આપવિતી, હોટલોના ભાડા દસ ગણા થયા, સ્થાનિકો કરી રહ્યા છે મદદ.

ભગવાન બચાવે, 100થી વધુ કેદારનાથમાં ગુજરાતી ફસાયા
કેદારનાથ અને સોનપ્રયાગમાં 100થી વધુ ગુજરાતી લોકો ફસાયેલા છે. પરિસ્થિતિ એકદમ બિહામણી છે, ક્યારે મદદ મળશે અને સલામત રીતે ઘરે પહોંચી શકીશુ તે નક્કી નથી, અમે તમામ લોકો ભગવાન પાસે સતત પ્રાર્થના કરી રહ્યા છીએ. કેદારનાથ-સોનપ્રયાગમાં 100થી વધુ ગુજરાતી લોકો ફસાયેલા છે. ભૂસ્ખલનથી રસ્તા બ્લોક થઇ ગયેલા છે, વાતાવરણ ક્લીયર થાય ત્યારે રસ્તા ખોલવાની કામગીરી તંત્ર પણ કરી શકે, હાલ ફસાયેલા તમામ લોકો જ્યાં છે ત્યાંથી આગળ-પાછળ જઇ શકે તેવી સ્થિતિમાં નથી. ભાવનગરની મેડિકલ ટીમ, ચારધામના યાત્રિકોની સેવા ખરાબ વાતાવરણ વચ્ચે પણ સતત કરી રહી છે. કુદરતી પરિસ્થિતિઓમાં સુધારો આવે તેવી આશા તમામ લોકો સેવી રહ્યા છે. > જયદેવદાસજી બાપુ, ફક્કડનાથજી બાપુની જગ્યા, ઝમરાળા

તાપમાન 5 ડિગ્રી છે, થર થર ધ્રૂજીએ છીએ
ભાવનગરથી મેડિકલ ટીમ સાથે સેવાયજ્ઞમાં સામેલ થવા ટીમ ગઈ છે. છેલ્લા બે દિવસથી થઇ રહેલા બિહામણા વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એકદમ બગડી છે, રાત્રે તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડી જાય છે. ક્યારે અમે લોકો નીચે જઇ શકશુ તેનું નક્કી નથી. સદભાગ્યે અમારી મેડિકલ ટીમ પૈકીના 10 લોકો હરિદ્વાર પહોંચ્યા બાદ આવી ઘટના બની છે, તેથી તેઓ સલામત નીચે પહોંચી ગયા છે. મંગળવારે બપોરે વાતાવરણ થોડુ સુધર્યુ છે, અને સંપૂર્ણપણે વાતાવરણ ચોખ્ખુ થયા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાશે. કેદારનાથમાં પહાડી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે. > પ્રકાશ મનજીભાઈ જમોડ, નર્સીંગ સ્ટાફ, આનંદનગર

બિહામણો વરસાદ, રાત્રે સુઈ શકતા નથી
કેદારનાથની પરિસ્થિતિ વધુ ખરાબ છે, ત્યાં રાત્રે તાપમાન 5 ડિગ્રી થઇ જાય છે. બિહામણો વરસાદ અને ભુસ્ખલનના સતત અહેવાલો વચ્ચે રાત્રે અમે લોકો સુઈ પણ શકતા નથી. બિહામણું અને ભયજનક વાતાવરણ છે. સતત ભય વચ્ચે કોઈ મદદ મળી શકે તેવી આશામાં દિવસો ગાળી રહ્યા છીએ. આર્થિક રીતે નબળા યાત્રિકોની હાલત વધુ ખરાબ છે. અમે લોકોએ ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશભાઇ મોદી સાથે વાત કરી છે. > નિતેષભાઈ મકવાણા, સુભાષનગર, ભાવનગર

​​​​​​​

કેદારનાથ મંદીર પરીસરમાં યાત્રાળુ સલામત સ્થાન શોધે છે
કેદારનાથ મંદીર પરીસરમાં યાત્રાળુ સલામત સ્થાન શોધે છે

​​​​​​​સોનપ્રયાગમાં આર્થિક જર્જરીત યાત્રાળુઓ બેનરો ઓઢી રાતવાસો કરવા મજબૂર છે
અમે પરિવાર સહિત ભાવનગરથી 16મી ઓક્ટોબરે નિકળી અને 17મી ઓક્ટોબરે સોનપ્રયાગ પહોંચ્યા હતા. સડકમાર્ગે નીચેથી કેદારનાથ જવાના રસ્તે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયુ છે, અને રસ્તો ક્યારે ક્લીયર થઇ શકે તેની કોઇ ચોક્કસ માહિતી તંત્ર દ્વારા આપી શકાતી નથી તેથી અમે લોકો સંપર્કવિહોણા થઇ ગયા છીએ. સોનપ્રયાગની હોટલોમાં ભાડા 10 ગણા વધારી દેવામાં આવ્યા છે, અને ખાદ્યસામગ્રીઓમાં અવસરનો લાભ સ્થાનિક લોકો ઉપાડી રહ્યા છે. હોર્ડિગ્સ, બેનરો ઓઢી-ઓઢીને રસ્તા પર રાતવાસો કરી રહ્યા છે. > મુકેશ વસાભાઈ ચૌહાણ (અમુલ), સુભાષનગર, ભાવનગર

​​​​​​​સોનપ્રયાગ અને કેદારનાથમાં ફસાયેલા ભાવનગરના યાત્રિકોની નામાવલી

 • મુકેશ વસાભાઇ ચૌહાણ
 • નિકુંજ ચૌહાણ
 • વર્ષાબેન ચૌહાણ
 • ચિરાગ ચૌહાણ
 • ખુશ્બુ ચૌહાણ
 • શૈલેષ ચૌહાણ
 • નિતેશ મકવાણા
 • ચિરાગ મકવાણા (રે.સુભાષનગર, ભાવનગર) આ તમામ હાલ સોનપ્રયાગમાં છે.
 • ડૉ.આદિત્યરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ (3જુ વર્ષ MBBS, GMC)
 • પ્રકાશ મનજીભાઇ જમોડ (નર્સિંગ સ્ટાફ, આનંદનગર)
 • ચિરાગ બુધેશભાઇ સોલંકી (આનંદનગર)
 • સંજય માલુભાઇ સરવૈયા (સરિતા સોસાયટી)
 • મહંત જયદેવદાસજી બાપુ (ફક્કડનાથ બાપાની જગ્યા, ઝમરાળા) આ તમામ કેદારનાથમાં ફસાયેલા છે.
અન્ય સમાચારો પણ છે...