તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્ઠા:કોરોના સિવાયના રોગોની સારવાર કરતા તબીબો, સમાજની જરૂર માટે યોદ્ધાની જેમ ઓ.પી.ડી શરૂ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોરોનાનાં સંક્રમણની વચ્ચે સમાજની જરૂર માટે યોદ્ધાની જેમ ઓ.પી.ડી શરૂ

ભાવનગર માં કોરોના વાઇરસનો ડોકટરો ખૂબ નિષ્ઠાથી અને હિંમતભેર સામનો કરી રહ્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલ નાં કે પોતાની ક્લિનિક ધરાવતા ડોકટરો દ્વારા પ્રેક્ટિસ બંધ કરવામાં આવી નથી. સામાન્ય ફ્લુ, હૃદયરોગ, સામાન્ય તાવ, ઝાડા - ઉલ્ટી, સ્ત્રી રોગનાં દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે.  ખાનગી હોસ્પિટલ કે પોતાની ક્લિનિક કેમ શરૂ રાખવામાં આવી છે અને કેવા પ્રકારના દર્દીઓ અત્યારે આવે છે તે અંગે ફેમિલી ફિઝીશિયન , બાળરોગ નિષ્ણાત , જનરલ ફિઝીશિયન , સ્ત્રી રોગ નિષ્ણાત  અને ઈ.એન.ટી. સર્જન સાથે વાતચીત કરવામાં આવી હતી.

પરિવારનાં દરેક વ્યક્તિને અમારા પર શ્રદ્ધા હોય છે
એક ફેમિલી ફિઝીશિયન તરીકે કોઈ પણ પરિવાર નાં સભ્યો અમારી પર શ્રદ્ધા ધરાવતા હોય છે. અત્યારે વાઈરલ ઇન્ફેક્શન, કમળો અને ડાયેરિયા ના ઘણા કેસ આવે છે. અમે ચોક્કસ અંતર જાળવી ને દર્દીઓ નું નિદાન કરી રહ્યા છીએ. - ડૉ.તેજસ દોશી , ફેમિલી ફિઝીશિયન

ગંભીર રોગોની સારવાર અમે કરી રહ્યા છીએ 
કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં બીજા રોગો પણ એટલા જ જોવા મળે છે અને તેનું નિદાન કરવું અમારી ફરજ છે. અત્યારે આંચકી આવવી , પાણી ઘટી જવું , વાઈરલ ઇન્ફેક્શન વગેરે પ્રકારના રોગો માટે ઘણા નાના બાળકોનું નિદાન કરી રહયા છીએ. - ડૉ.જયેશ પંડ્યા, બાળરોગ નિષ્ણાત

પ્રસુતિની પીડાનાં દર્દીની સારવાર કરીએ છીએ
સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પ્રસૂતિ નાં દર્દ થી પીડાતા દર્દીઓની અમારે ઈમરજન્સી સારવાર કરવી પડતી હોય છે. એ સિવાયના જે દર્દીઓને અમે ગયા મહિને ચેક કરેલા હોય તેઓને ફક્ત ફોન પર સલાહ આપીને દવા શરૂ રાખવાની કહેવામાં આવે છે. - ડૉ.ડી.એ.ચાવડા , સ્ત્રી રોગ નિષ્ણાત

લોકોમાં ભયનું પ્રમાણ જોવા મળી રહ્યું છે
દૂર દૂરથી આવતા ઘણા દર્દીઓમાં ભય નું પ્રમાણ જોવા મળતું હોય છે. અત્યારે ગળા નાં અને નાક નાં દુખાવાના દર્દીઓ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય , આ પરિસ્થિતિમાં લોકોમાં ડોકટર ન ઉપલબ્ધ હોવાના વિચારથી ઘણો તણાવ સર્જાઈ શકે - ડૉ.મહાવીર સિંહ જાડેજા, ઈ.એન.ટી નિષ્ણાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો