તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસુલાત:PGVCLના 2.5 લાખ ગ્રાહકોની 2 .63 કરોડ વીજબિલ રકમ બાકી

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિલ ભરવામાં ગ્રામ્ય વિસ્તારો ઉદાસીન હવે વીજ શટ ડાઉન માટે ગ્રાહકોને મેસેજ આવે તેવી વ્યવસ્થા
  • ડ્રાઈવ દરમિયાન 1 કરોડ 25 લાખની રકમ વસૂલ

PGVCL દ્વારા તાજેતર માં પડતર બિલની રકમ માટે વિવિધ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. કોરોના બાદ આ ડ્રાઈવ કરવાનું સૌથી મોટું કારણ પડતર બિલની રકમ છે. કોરોના નાં સમયગાળા બાદ લોકોમાં વીજ બિલ ચુકવણી ને લઈને હજી ઘણી ઉદાસીનતા જોવા મળી રહી છે. અત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ 2 લાખ 21 હજાર 964 ગ્રાહકોની 2 કરોડ 63 લાખની રકમ ચૂકવવાની બાકી છે. વીજ કંપની દ્વારા લોકોને સમયસર બિલની રકમ ચૂકવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ આંકડાઓ માં ભાવનગર વર્તુળ કચેરીની 28 પેટા વિભાગીય કચેરી નાં ગ્રાહકોનો સમાવેશ થાય છે. ફક્ત એચ.ટી. જોડાણો કે જેની બિલની રકમ બાકી હોતી નથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી ઓછી બિલની ચુકવણી થાય છે. 24 કલાક વીજળી માટેના પ્રયાસો કરતી વીજ કંપનીએ વીજ બિલ ની ચુકવણી રેગ્યુલર ન થવાથી ડ્રાઈવ નાં કામ માં રોકાવું પડતું હોય છે. વીજ કંપની દ્વારા લોકો ઘરે બેસીને https://www.pgvcl.com/consumer/billview/ લિંક પર જઈને બીલ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આમાં બિલની કેટલી રકમ બાકી છે. જૂનું બિલ કેટલું ભરવામાં આવ્યું હતું. તથા તમારા વિસ્તારમાં આગામી ક્યાં દિવસે વીજ શટ ડાઉન છે તેની માહિતી પણ મેસેજ દ્વારા પ્રાપ્ત કરી શકાશે. ગ્રાહકો 11 આંકડાનો ગ્રાહક નંબર નાખીને બિલને લગતી તમામ માહિતી મળી જશે.

વિજબીલની વસુલાત
ભાવનગર માં વીજ ગ્રાહકો દ્વારા પડતર બિલની રકમની ચુકવણી ન કરવામાં આવતા સ્ટાફ દ્વારા વારંવાર ડ્રાઈવ કરવાની ફરજ પડી છે. આજરોજ ભાવનગર વર્તુળ કચેરી હેઠળ ની 5 પેટા વિભાગીય કચેરીઓમાં પડતર બિલની રકમ માટે ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કુલ 471 લોકોની ગેંગ દ્વારા 5961 ગ્રાહકો પાસેથી કુલ 1 કરોડ 25 લાખ ની રકમ મેળવવામાં આવી હતી.
જેમાં બગદાણા પેટા વિભાગીય કચેરી માં સર્કલ ડ્રાઈવ દરમિયાન 48 ગેંગ દ્વારા 916 ગ્રાહકો પાસેથી 14 લાખ 44 હજાર ની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે 105 ગ્રાહકો જે પોતાના 14 લાખ 38 હજાર બિલની રકમ આપવામાં અસમર્થ હતા તેમના જોડાણો કાપવામાં આવ્યા હતા. વીજ કંપની દ્વારા વધુમાં વધી ગ્રાહકો ઓનલાઇન ઘરે બેઠા બિલ ભરવાની સુવિધાનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે જેથી લોકોના કનેક્શન કાપવાની ફરજ પડે નહિ.

અન્ય સમાચારો પણ છે...